BREAKING NEWS

રાજકોટના લોકમેળામાં જમીનથી લઇ આસમાન સુધી સુરક્ષાચક્ર

  • August 31, 2026 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં આ વર્ષે યોજાનારા વિરાસતથી વિકાસ લોકમેળા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા અભૂતપૂર્વ અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને એડી. સીપી ચૈતન્ય મંડલિકના સીધા માર્ગદર્શન હેઠળ જમીનથી લઇ આસમાન સુધી અભેદ સુરક્ષાચક્ર ગોઠવવામાં આવશે.રાજકોટના પરંપારિક લોકેળમાને મહાલવા સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે મેળા દરમિયાન કોઇ અનઇચ્છનિય્ ઘટના ન બને અને મેળો મહાલવા આવનાર લોકોને સુરક્ષાને ધ્યાને લઇ મેળાની સુરક્ષા વ્યવસ્થા સંભાળવા માટે ચાર ડીસીપી, ચાર એસીપી કક્ષાના અધિકારીઓની આગેવાની હેઠળ ૧૪ પીઆઈ, ૫૪ પીએસઆઇ અને ૧૬૭૬ પોલીસ જવાનો સહિત હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનો મોટો કાફલો ખડેપગે તૈનાત રહેશે. આ જવાનો મેળાગ્રાઉન્ડની અંદર તેમજ બહારના ટ્રાફિક અને પાર્કિંગ એરિયામાં સતત ફરજ બજાવશે.સમગ્ર મેળાગ્રાઉન્ડ પર બાઝ નજર રાખવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. મેળાના ખૂણે-ખૂણાને આવરી લેતા હાઇ-ડેફિનેશન સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જેનું સેન્ટ્રલ મોનિટરિંગ મેળાગ્રાઉન્ડ ખાતે ઊભા કરાયેલા ખાસ કંટ્રોલ રૂમમાંથી ૨૪ કલાક કરવામાં આવશે. આ ઉપરાંત, ભીડભાડવાળા વિસ્તારો અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે અત્યાધુનિક ડ્રોન કેમેરાની મદદથી આકાશી દેખરેખ રાખવામાં આવશે. કોઈ પણ અણધારી ઘટના કે ઈમરજન્સીના સમયે આ ટેકનોલોજી પોલીસને ત્વરિત એક્શન લેવામાં મદદરૂપ બનશે.મેળામાં આવતી મહિલાઓ, યુવતીઓ અને બાળકોની સુરક્ષા પોલીસની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ માટે ખાસ શી ટીમ ની મલ્ટીપલ ટીમો તૈનાત કરવામાં આવી છે. શી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં (સાદા કપડામાં) મેળામાં સતત પેટ્રોલીંગ કરશે, જેથી છેડતીખોરો કે અસામાજિક તત્વો પર કડક નજર રાખી શકાય. રોમિયોગીરી કરનારા તત્વો સામે આ ટીમ દ્વારા કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, મેળાગ્રાઉન્ડમાં ખોવાઈ ગયેલા બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવવા માટે પણ વિશેષ હેલ્પડેસ્ક કાર્યરત રહેશે.લોકમેળા સંદર્ભે પોલીસે શહેરીજનોને અપીલ કરી છે કે, તેઓ કોઈ પણ અફવાઓથી દૂર રહે, શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો. તેમજ લોકમેળા દરમિયાન શહેરના ટ્રાફિકને સુચારુ રાખવા માટે ખાસ ટ્રાફિક પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. પાર્કિંગ માટે અલગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ સેવાઓ મેળાના સ્થળે ઇમરજન્સી માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News