BREAKING NEWS

જામનગરમાં સહકારી બેંકો-સંસ્થાઓ માટે યોજાયો સેમીનાર: ટેકસ ક્ષેત્રે સંકળાયેલા ૧૨૫ પ્રતિનિધિઓ રહ્યા હાજર

  • December 01, 2025 06:41 PM 

આવકવેરા વિભાગના ઇન્ટેલીજન્સ એન્ડ ક્રીમીનલ ઇન્વેસ્ટીગેસન, જામનગર દ્વારા અખિલેન્દ્ર પ્રતિાપ યાદવ, ડિરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ, અમદાવાદ તથા વીરભદ્રમ વિસ્લાવથ, એડિશનલ ડિરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ૨૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ જામનગરમાં સહકારી બેંકો અને સહકારી સંસ્થાઓ માટે જાગૃતિ અભિયાન હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.


 આ સેમિનારનો મુખ્ય હેતુ સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્સીયલ ટ્રાન્જેકશન તથા સહકારી સંસ્થાઓના કર તેમજ કાનૂની પાલન અંગે જાગૃતિ વધારવાનો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ક્ષેત્રના આવકવેરા વિભાગના અધિકારીઓ જેમ કે  અખિલેન્દ્ર પ્રતિાપ યાદવ, ડિરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ, અમદાવાદ, વીરભદ્રમ વિસ્લાવથ, એડિશનલ ડિરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ, અમદાવાદ, દુષ્યંત, આઇટીઓ, જામનગર, તપેશ સોની, આઇટીઓ, રાજકોટ વગેરે હાજર રહ્યા હતાં.

​​​​​​​


આ ઉપરાંત સહકારી બેંકો, સહકારી સંસ્થાઓ તથા ટેક્સેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા લગભગ ૧૨૫ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તેમાં ખાસ મહાનુભાવો જિતેન્દ્ર હરિદાસ લાલ (ચેરમેન, જામનગર જિલ્લા સહકારી બેંક), રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ (ડિરેક્ટર, જામનગર જિલ્લા સહકારી બેંક), અશોકભાઈ જોબનપુત્ર (ડિરેક્ટર, નવનગર કોઓપ બેંક), હર્દીપસિંહ જાડેજા (પ્રેસિડેન્ટ, સીએ એસોસિએશન), વશરામ ચોવટિયા (પ્રેસિડેન્ટ, કો-ઓપ સોસાયટી ફેડરેશન), કમલેશ રૂપારેલિયા (વાઇસ પ્રેસિડેન્ટ, ટેક્સ ક્ધસલ્ટન્ટ્સ એસોસિએશન) તથા મૌનીલ હાથી વગેરેનો સમાવેશ થયો હતો. અખિલેન્દ્ર પ્રતિાપ યાદવ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અને સ્પષ્ટતા માટે હાજર પ્રતિનિધિઓએ ખાસ આભાર વ્યક્ત કર્યો. આ સેમિનાર સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને પાલન વધારવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો.


પ્રસ્તુતિ પૂર્ણ થયા બાદ ઇન્ટરેક્ટિવ પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અધિકારીઓએ વિવિધ પ્રશ્નોના સમાધાન આપીને સ્પષ્ટતા કરી. અંતમાં ગ્રુપ ફોટોગ્રાફ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો, જે સહકારી ક્ષેત્રના તમામ હિતધારકોની હાજરીમાં સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પહેલ સહકારી સંસ્થાઓમાં કાનૂની જાગૃતિ વધારીને ચોક્કસ પાલન સુનિશ્ચિત કરતાં આવકવેરા વિભાગ દ્વારા કરચુકવણીનો વિસ્તાર વધારવા પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application