BREAKING NEWS

ગાંધીધામ ચેમ્બર ખાતે ડબલ ફોર્ટીફાઇડ સોલ્ટના વપરાશ અંગે સેમિનાર સંપન્ન

  • May 02, 2026 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીધામ : વેપાર ઉધોગના વિકાસ સાથોસાથ જનહિતના કાર્યેામાં પણ પ્રખર ભૂમિકા બજાવતી કચ્છની અગ્રણી વેપાર સંસ્થા ગાંધીધામ ચેમ્બરના સહયોગથી ભારતીય મીઠા ઉત્પાદક સંગઠન અને ન્યુટિ્રશન ઇન્ટરનેશનલના સંયુકત ઉપક્રમે ખોરાકમાં વપરાતા ખાધનમકમાં ડબલ ફોર્ટીફાઇડ સોલ્ટનું મહત્વ અને તે અંગે જનજાગૃતિ કેળવવા સંકુલનાં મીઠા ઉત્પાદકો  પ્રોડુસરો સાથે એક મહત્વપૂર્ણ સેમિનાર યોજવામાં આવેલ હતો. ન્યુટિ્રશન ઇન્ટરનેશનલ એ વૈશ્વિક પોષણ સુધારણા માટે કાર્ય કરતી પ્રતિિ ત આંતરરાષ્ટ્ર્રીય સંસ્થા છે. જે ઈસ્મા જેવી રાષ્ટ્ર્રીય સંસ્થા જોડે સંકલન સાધી ખાધ નમકની ગુણવત્તાનો અભ્યાસ કરી પબ્લિક હેલ્થને પોષણક્ષમ બનાવવાના પ્રયાસો કરે છે.
ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે ન્યુટિ્રશન ઇન્ટરનેશનલ ટીમ અને ઈસ્મા પ્રમુખનું સ્વાગત કરતા પ્રવચનમાં જણાવ્યું કે ગુજરાત સમગ્ર દેશનું ૭૫% જેટલું મીઠું પકવે છે જેમાં મહત્તમ હિસ્સો કચ્છમાંથી પ્રોડુસ થઈ સમગ્ર દેશ અને વિશ્વમાં જાય છે ત્યારે જાહેર આરોગ્યને નુકસાન ન થાય તે માટે વિશદ અભ્યાસ કર્યા બાદ ન્યુટિ્રશન ઇન્ટરનેશનલની ભલામણના અનુસંધાને ડબલ ફોર્ટિફાઇડ નમકના વપરાશ માટે રાષ્ટ્ર્રીય સ્તરે અભિયાન ચલાવવું જોઈએ. આ કાર્ય જન જાગૃતિ થકી થઇ શકે તે માટે વ્યાપક ધોરણે મીઠા ઉત્પાદકો અને સરકારી ધોરણે સામાજિક જાગૃતિ લાવવા પ્રયાસ કરવા જણાવ્યું હતું.
ઈસ્મા પ્રમુખ ભરત રાવલે પ્રવચનમાં જણાવ્યું હતું કે ડીએફએસ નમકનો વપરાશ તે એક કોમર્શિયલ વિષય નથી પરંતુ જાહેર સ્વાસ્થ્યનો એક સામાજિક વિષય છે કારણ કે હાલની જીવનશૈલીમાં આયોડીન અને આયર્નની ઉણપના લીધે હાઇ–બ્લડ પ્રેસર, હાર્ટ એટેક, ડાયાબિટીસ, સ્ટ્રોક જેવા રોગોનું જોખમ વધતું જાય છે. દસમાંથી અંદાજે પાંચ લોકોને આયર્નની ઉણપ જણાતી હોય છે.
કાર્યક્રમમાં ચેમ્બર કારોબારી સભ્ય હરીશ માહેશ્વરી, ન્યુટ્રીશન ઇન્ટરનેશનલના સ્ટેટ પ્રોગ્રામ પ્રતિનિધિ (ગુજરાત) સ્મિથા પારામબાથ, ટેકિનકલ ઓફિસર ઈમા ચોપરા, પ્રોગ્રામ ઓફિસર આદિશ કુમાર, વિવિધ સોલ્ટ પ્રોડુસર્સ સર્વ સુરેશ નાહટા, લમીકાંત રાઠી, આદિત્ય પારેખ, આલોક જૈન, મોહિત જૈન, સંજય બજાજ, સુનિલ અગ્રવાલ તથા મોટી સંખ્યામાં મીઠા ઉત્પાદક એકમોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેવું ગાંધીધામ ચેમ્બરની અખબારી યાદીમાં માનદ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application