ગુજરાત સહિત દેશભરમાં લોકોને સાયબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટ કરી કરોડો રૂપિયા પડાવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં વૃદ્ધ દંપતીને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી 1.14 કરોડ રૂપિયા પડાવી લેતા ચકચાર મચી ગઈ છે. આ અંગે રાજકોટ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ઠગે 3 ખાતામાં 5 ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.1.14 કરોડ પડાવ્યા છે. જેની રાજકોટ સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 76 વર્ષીય કુરબાન બદામી નામના નિવૃત વ્યક્તિ પાસેથી 1.14 કરોડ પડાવ્યાનું બહાર આવ્યું છે., ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને આતંકવાદમાં તમારો મોબાઈલનો ઉપયોગ થયાનું કહી સાયબર ઠગે વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી
આ કેસની વિગત એવી છે કે, એરપોર્ટ પાસે પત્રકાર સોસાયટી નજીક એકજાન સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષક દંપતીને મુંબઈ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી તમે સાયબર આંતકવાદ જેવા ગંભીર ગુનામાં ફિઝિકલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. તમારા ખાતાના રૂપિયા કબજે કરવા પડશે અને તપાસ બાદ તમને પરત કરવામાં આવશે. જેથી વૃદ્ઘે તેના અને તેની પત્નીના ખાતામાંથી રૂ.1.14 કરોડ પડાયા બાદ વધુ પૈસાની માંગ કરતા તેને કેનેડા રહેતી પુત્રીને ફોન કરી વધુ પૈસાની માંગ કરી વાત કરતા તેને તમારી સાથે ફ્રોડ થયાની જાણ કરી સાયબર પોલીસમાં ફરિયાદ કરી હતી. સાયબર આંતકવાદ પ્રવૃતિઓમાં નંબરનો ઉપયોગ થાય છે તેમ કહી રૂપિયા પડાવ્યા હતા.
સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ કરી
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ એરપોર્ટ રોડ પર એકજાન સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષક કુરબાનભાઈ વલીજી બદામી (ઉ.૭૬)એ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પત્ની સાથે રહેતા હોય અને તેને સંતાનમાં મોટી પુત્રી ઓસ્ટ્રેલિયા અને નાની પુત્રી કેનેડા ખાતે રહેતી હોવાનું અને બન્ને દંપતી અગાઉ શિક્ષક હોય બેંકમાં પેન્શન જમા થતું હોવાનુ જણાવ્યું હતું. ફરિયાદમાં વધુ જણાવ્યું હતુ કે, તા.૨૯-૧૦ના રોજ તેના ઘેર હતા તે દરમિયાન એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો જેમાં તે જીઓ ટેલીકોમ કંપનીમાંથી બોલતા હોવાનું અને આ તમારો નંબર બે કલાકમાં બંધ થઈ જશે કારણ કે આ તમારા નંબરનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નો, ઓન લાઈન ગેંબલીંગ તેમજ સાયબર આંતકવાદ પ્રવૃતિઓમાં ઉપયોગ થતો હોવાનું જણાવ્યું હતું.