આજે, શેરબજારમાં ભારે ઉથલ પાથલ જોવા મળી છે. સેન્સેક્સ ઉચ્ચ સ્તરથી ૧૦૨૭ પોઈન્ટ તેમજ પાછલા બંધથી ૮૧૮ પોઈન્ટ ઘટીને ૮૧,૪૮૯ ઉપર ટ્રેડ થયો હતો. નિફ્ટી પણ ઉચ્ચ સ્તરથી ૩૦૬ પોઈન્ટ અને પાછલા બંધથી ૨૪૮ પોઈન્ટ ઘટીને 25,050 પર ટ્રેડ થયો હતો. આજે, બેંકિંગ, એજન્સી અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. શરૂઆતના વધારા પછીના આ મોટા ઘટાડાએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે.શેરબજારમાં ઘટાડો થવાનું કારણ ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલો તણાવ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન વાતચીતમાં રસ દાખવી રહ્યું છે.
આ નિવેદન બાદ, તેહરાને ચેતવણી આપી છે કે તેની આંગળીઓ ટ્રિગર પર છે. શાબ્દિક યુદ્ધ વચ્ચે, અમેરિકાનું સૌથી વિનાશક યુદ્ધ જહાજ, યુએસએસ અબ્રાહમ લિંકન, હવે ઈરાનની નજીક પહોંચી ગયું હતું. ઈરાન પ્રત્યે યુએસ કાફલાનો અભિગમ સૂચવે છે કે કંઈક મોટુ થવાનું છે. શું રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમની ધમકીનો લાભ લેવા જઈ રહ્યા છે, કે પછી યુએસ કાફલાએ ઈરાન પર દબાણ લાવવા માટે પોતાનો કાફલો ઈરાન મોકલ્યો છે?યુદ્ધની સ્થિતિમાં, યુએસએસ અબ્રાહમ લિંકન ગમે ત્યાંથી, જમીન પર, સમુદ્રમાં કે આકાશમાં, દુશ્મન પર વિનાશક હુમલો કરી શકે છે. જો યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાનને નકશા પરથી ભૂંસી નાખવાની ધમકી આપી છે તો તેની પાછળનું મુખ્ય કારણ અમેરિકા પાસે રહેલા ઘાતક શસ્ત્રો છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે અમેરિકા પાસે એવા વિનાશક શસ્ત્રો છે કે તેઓ ઈરાનની આખી સેનાને ડૂબાડી શકે છે. આ પરિસ્થિતિએ શેરબજારની સ્થિતિ બગાડી હતી
ગઈકાલે બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ પહેલા, 22 જાન્યુઆરીએ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 398 પોઈન્ટ વધીને 82,307 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 132 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. તે 25,290 ના સ્તરે બંધ થયો હતો.
એક ઝાટકે રોકાણકારોના રૂ. 6 લાખ કરોડ સ્વાહા
સવારે બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ, જેનાથી રોકાણકારોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ, પરંતુ આ ખુશી થોડા સમય માટે રહી. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ બજાર તૂટી પડ્યું, જેના કારણે રોકાણકારોની લગભગ રૂ. 6 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ ગઈ. સેન્સેક્સ ૧૦૨૭ પોઈન્ટ ઘટ્યો, જ્યારે નિફ્ટી 25,066 ના તેના મહત્વપૂર્ણ સ્તરથી નીચે સરકી ગયો. સવારે સેન્સેક્સ 82,335.94 પર સકારાત્મક શરૂઆત કરી હતી અને ટ્રેડિંગ દરમિયાન 82,516.27 ની ઊંચી સપાટીએ પણ પહોંચી ગયો હતો.