દિવાળી પહેલા શેરબજારમાં આતશબાજી ચાલુ જ છે. સતત ત્રીજા દિવસે, દલાલ સ્ટ્રીટ પર ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૭૦૫ પોઈન્ટ વધીને ૮૪૧૭૨.૨૪ ઉપર ટ્રેડ થયો હતો. જ્યારે, નિફ્ટી, 25508 ના સ્તરે ગબડ્યા પછી, હવે 196 પોઈન્ટના ઉછાળા સાથે 25781ના સ્તર પર પહોંચી ગયો છે. આ વધારા છતાં, આઈટી અને મીડિયા શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી, 18 અપ અને 12 ડાઉન છે. એશિયન પેઇન્ટ્સ, એમ એન્ડ એમ અને ભારતી એરટેલના શેર 1 ટકાથી વધુ ઉપર છે. એનએસઈના ઓટો અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં વધારો જોવા મળી રહ્યો છે.
એશિયન બજારોમાં, કોરિયાનો કોસ્પી 0.029 ટકા વધીને 3,749.44 પર ટ્રેડ થયો હતો, અને જાપાનનો નિક્કી 0.93 ટકા ઘટીને 47,827.31 પર ટ્રેડ થયો હતો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.51 ટકા ઘટીને 25,496.32 પર ટ્રેડ થયો હતો, અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.99 ટકા ઘટીને 3,877.42 પર ટ્રેડ થયો હતો. યુએસ ડાઉ જોન્સ 0.65 ટકા ઘટીને 45,952.24 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 0.47ટકા ઘટ્યો અને એસ એન્ડ પી 500 0.63 ટકા ઘટ્યો.
16 ઓક્ટોબરના રોજ, વિદેશી રોકાણકારોએ રોકડ સેગમેન્ટમાં રૂ. 997.29 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, અને સ્થાનિક રોકાણકારોએ રૂ. 4,076.20 કરોડની ખરીદી કરી હતી. વિદેશી રોકાણકારોએ ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં રૂ. 2,890.32 કરોડના શેર વેચ્યા છે. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારોએ રૂ.26,517.84 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. ગઈકાલે સેન્સેક્સ 862 પોઈન્ટ (1.04ટકા) વધીને 83,468 પર બંધ થયો હતો. નિફ્ટી પણ ૨૬૨ પોઈન્ટ (૧.૦૩ટકા) વધીને ૨૫,૫૮૫ પર બંધ થયો. સેન્સેક્સના ૩૦ માંથી ૨૮ શેર વધીને બંધ થયા. કોટક મહિન્દ્રા બેંક અને ટાઇટન સહિત ચૌદ શેર ૧ટકા થી વધુ વધ્યા. ઇન્ફોસિસ અને ઝોમેટોના શેર નીચા ભાવે બંધ થયા હતા.