શહેરમાં રહેતી અને ધો. ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને બે શખસોએ ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તેમજ તેણીનો મોબાઈલ નંબર મેળવવા પ્રયાસ કરી તેનો વારંવાર તેનો પીછો કરી હેરાન પરેશાન કરતા હતાં. વિદ્યાર્થિનીએ રિક્વેસ્ટ ડીલીટ કરી નાંખી છતાં તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતાં અંતે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે તુરંત કાર્યવાહી કરી ગુનો દાખલ કરી બંને ટપોરીઓને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.
ધોરણ-૯માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની વિદ્યાર્થીનીના પિતાએ આ અંગે તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નરેન્દ્ર જેઠાભાઈ મકવાણા અને માલવી જીતેન્દ્રભાઇ ચૌહાણના નામ આપ્યા છે. જે ફરિયાદના આધારે પોલીસે બંને આરોપી સામે જાતીય સતામણી, પોક્સો હેઠળ ગુનો નોંધી બંનેને સકંજામાં લીધા છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આ બાળાને આરોપીઓ નરેન્દ્ર અને માલવી અઠવાડીયા પહેલા ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી અને તેણીના મોબાઈલ નંબર મેળવવા પ્રયાસ કર્યો હતો.
પરંતુ બાળા પોતે આ બંનેને ઓળખતી ન હોઇ રિકવેસ્ટ ડીલીટ કરી નાંખી હતી. આમ છતાં આ બંનેએ તેણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અને સતત પીછો કરી હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. અંતે બાળાએ આ અંગે વાલીને જાણ કરતાં તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઇ હતી. પીઆઇ ડી. એમ. હરીપરાએ ગુનો દાખલ કરી બંને આરોપીને સકંજામાં લઇ કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application