રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટરે મહિલા તબીબ પર હાથ ઉપાડ્યાના ગંભીર આક્ષેપ; તબીબો હડતાલ પર ઉતરતાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટરે મહિલા તબીબ પર હાથ ઉપાડ્યાના ગંભીર આક્ષેપ; તબીબો હડતાલ પર ઉતરતાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ
August 20, 2026 10:48 PM
રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય (પીડીયુ) સિવિલ હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદના વટોળે ચડી છે. હોસ્પિટલના એક સિનિયર ડોક્ટરે ફરજ પર હાજર મહિલા રેસિડેન્ટ તબીબ પર હુમલો કરી માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં સિવિલ હોસ્પિટલના તમામ રેસિડેન્ટ તબીબોએ કામગીરીનો બહિષ્કાર કરીને અચાનક હડતાલ પાડી દેતાં હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા તબીબ સાથે સામાન્ય બાબતમાં બોલાચાલી થયા બાદ સિનિયર ડોક્ટરે આવેશમાં આવીને તેમની સાથે ગેરવર્તણૂક કરી મારપીટ કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મહિલા તબીબે આ મામલે હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ અને સ્થાનિક પોલીસને પણ લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.