BREAKING NEWS

આજકાલના અહેવાલનો પડઘોઃ ઝનાનામાં પ્રસુતાના સ્વજન પાસેથી ઉઘરાણા કરનાર સર્વન્ટ ઘરભેગા, એજન્સી પાસેથી ખુલાસો પુછાયો

  • November 27, 2025 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ સંલગ્ન ઝનાના હોસ્પિટલમાં પ્રસૂતાના સ્વજનો પાસેથી સર્વન્ટ માસીઓ ધરાર ઉઘરાણા કરતી હોવાનો આધાર સાથેનો વિડીયો આજકાલ દ્વારા મેળવવામાં આવ્યો હતો અને તેના આધારે અહેવાલ પણ પ્રસિધ્ધ કરવામાં આવતા ગંભીર બાબતના રાજ્યના આરોગ્ય વિભાગ સુધી પડઘા પડ્યા હતા અને ઉચ્ચકક્ષાએ સમગ્ર મામલાનો તાત્કાલિક રિપોર્ટ માગવામાં આવતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાએ તપાસના આદેશ આપ્યા હતા જેને પગલે આરએમઓ ડો.હર્ષદ દૂસરા સહિતની ટીમે કોન્ટ્રાકટ એજન્સી પાસેથી ખુલાશો માગી એક્શન લેવાની તાકીદ કરતા એજન્સીએ ઉઘરાણા કરનાર સર્વન્ટને છે. ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સુપ્રિન્ટેન્ડેન્ટ દવારા પણ એજન્સીને વધુ એક તાકીદ કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ગાયનેક વિભાગના વડા ડો.કમલ ગોસ્વામીએ પણ એક મિટિંગ બોલાવી આ પ્રકારની લેભાગુ વૃત્તિ ચલાવી નહીં લેવાય તેમ સૂચના આપી હતી.


વિસ્તુત માહિતી મુજબ ઝનાના હોસ્પિટલમાં લેબર ને ઓબીઆઇઓટી વોર્ડમાંથી પ્રસુતિ બાદ વોર્ડમાં સીફ્ટ કરવામાં આવતી પ્રસૂતાઓન સ્વજન પાસેથી સર્વન્ટ માસીઓ રૂ.100 થી 500 સુધીના ધરાર ઉઘરાણા કરતી હોવાની આજકાલની ફરિયાદો મળતા આજકાલ દ્વારા સ્વજનને તૈયાર કરી જેમની પાસેથી પૈસા લેવામાં આવ્યા તેમનો વિડીયો લેવડાવવામાં આવ્યો હતો, જેમાં ગરીબ મહિલા પોતાની પાસેથી ધરાર 50-50 લઇ ગયા અને બીજા પાસેથી 100 રૂપિયા લીધા હોવાનું જણાવી રહ્યા હતા. જે વિડીયોના આધારે આજકાલ દ્વારા અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવતા હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું અને આ બાબતને સિવિલ સુપ્રિન્ટેન્ડેટ ડો.મોનાલી માકડીયાએ ગંભીર ગણાવી કોન્ટ્રાકટ એજન્સીને તાત્કાલિક રિપોર્ટ કરવા માટેની સૂચના આપતા એજન્સીના સંચાલકોએ પુછપરછ શરૂ કરી હતી. મળેલી મિટિંગમાં જેમણે પૈસા લીધા હતા એ બારૈયા વર્ષાબેન સહિતના એક મહિલાએ પૈસા લીધા હોવાની કબૂલાત આપી હતી. પરંતુ એક સર્વન્ટએ ઉછીના પૈસા લીધા હતા અને પરત આપી દીધા હોવાનો બચાવ પૂર્વકનો જવાબ લખાવતા ઉઘરાણા પ્રકરણમાં વર્ષાબેન બારૈયા નામના સર્વન્ટને એજન્સી દ્વારા છુટા કરી દેવામાં આવ્યા છે.


આ અગાઉ પણ પીડીયુમાં ઝનાના હોસ્પિટલ કાર્યરત હતી ત્યારે પણ દીકરા દીકરીના જન્મ થતા ખુશીના પૈસા ધરાર પણે સર્વન્ટ લેતા હોવાની ફરિયાદના પગલે આજકાલ દ્વારા ભાંડાફોડ કરવામાં આવ્યો હતો. ઝાંણામાં રોજ 50 જેટલી પ્રસૂતિઓ થતી હોય છે. ત્યારે કેટલાક સમયથી આ ઉઘરાણા ચાલતા હતા પરંતુ સુપરવાઈઝર, સિક્યોરિટી, નર્સીંગ સ્ટાફ, રેસિડેન્ટ ડોક્ટર્સ આ બાબતે અજાણ હોય એ વાત પણ એટલી જ સ્વીકાર્ય નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application