રાજકોટ સંબંધના દાવે લીધેલા રૂપિયા ૩ લાખ પરત કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં ટ્રાયલ કોર્ટના સજા અને વળતરના હુકમ સામે મહિલા આરોપી દ્વારા ડિસ્ટ્રિકટ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અપીલ પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ દ્વારા રદ કરીને નીચલી કોર્ટનો સજા અને વળતરનો હુકમ થથાવત રાખવામાં આવ્યો છે. આ કેસની હકીકત મુજબ, આંબાભાઈ સાજણભાઈ સાગઠીયાએ રૂા. ૩ લાખ રતનબેન નવિનભાઈ રાઠોડને આપ્યા હતા. રતનબેને જેની પરત ચુકવણી માટે આપેલો ચેક રિટર્ન થતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અદાલતમાં ચેક પરત ફર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં કોર્ટે રતનબેન રાઠોડને એક વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે અ. ૩ લાખ ૬૦ દિવસમાં ન ચૂકવે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો. જે હુકમ સામે મહિલા આરોપી રતનબેન રાઠોડે ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ ફોજદારી અપીલ દાખલ કરી હતી. જે અપીલ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી રજુઆત બાદ મૂળ ફરિયાદીના વકીલ દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ કે, મુળ ફરીયાદમાં ફરીયાદીએ તેના તમામ દસ્તાવેજો પુરવાર કરેલ છે અને ચેક મુળ આરોપીએ તેનું બાકી લેણું કબુલ રાખીને આપેલ હતો તેવું પણ પુરવાર થાય છે. તેમજ ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈ કોર્ટે મહિલા આરોપીની અપીલ રદ કરી નીચેની કોર્ટનો સજા અને વળતરનો હુકમ ધણાવત રાખ્યો છે. આ કેસમાં ફરીવાદી વતી એડવોકેટ પ્રકાશ એન. બેડવા, માધવભાઈ બગડા, અશોકભાઈ છે. વાઘેલા, જોશના જી. સોલંકી, હિતેષ પી. બેડવા અને મદદનીશ આર. કે વાઘેલા રોકાયા હતા.