સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા લોકોને કેમ્પમાં સરકારી યોજનાઓનો લાભ લેવા માહિતી આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું
રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સરકારી સેવાઓને નાગરીકો માટે સુગમ અને ઝડપી બનાવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી ૧૦મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો આયોજીત થઈ રહ્યાં છે. આ અનુસંધાને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાની સલાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લઈ આધાર કાર્ડમાં સુધારા, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું,કમી કરવું, દિવ્યાંગતા પ્રમાણપત્ર,લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જોડાણ, તેમજ અન્ય સરકારી કામો સરળતાથી એકજ જગ્યાએ થઈ જાય એ માટે સેવાસેતું યોજ્યો હતો. આ સેવસેતુમાં મામલતદાર શ્રી વરુ સાહેબ,ચીફ ઓફિસર શ્રી પંડ્યા સાહેબ,સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.અને ગ્રામજનોને યોગ્યાગૅદશન પૂરું પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયાજ્ઞવલ્કય વિદ્યા મંદિરમાં ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવાયો
May 03, 2025 12:57 PMસુભાષ નગર તરફ જતા રસ્તા ના સમારકામની કાર્યવાહી કરવા ઉઠી માંગ
May 03, 2025 12:54 PMપોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે 108 દીપમાળા ના દિવ્ય દર્શન યોજાયા
May 03, 2025 12:52 PMપોરબંદરમાં રામધૂનના 59માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવ ઉજવાયો
May 03, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech