રાજયમાં ૧૭મી સપ્ટેમ્બરથી સેવા સંકલ્પ અભિયાન શરૂ થઈ રહ્યું છે. તે અંતર્ગત જિલ્લ ા તત્રં દ્રારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લ ામાં તા. ૨૨ સપ્ટેમ્બરથી ૯ ઓકટોબર દરમિયાન ૧૧ તાલુકાના ૩૪ કલસ્ટરમાં સેવાસેતુ ૨.૧નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાગરિકોને વિવિધ સેવાઓના લાભ ઘર–આંગણે પહોંચાડવામાં આવશે. જેમાં જેતપુર તાલુકામાં તા. ૨૨મીએ પ્રેમગઢ, તા. ૨૫મીએ પાવટી, તા. ૨૯મીએ અમરાપર, તા. ૬ ઓકટો.ના રોજ વાળા ડુંગર, તથા તા. ૯મીના રોજ વીરપુર કલસ્ટરમાં સેવાસેતુ યોજાશે. વિંછીયા તાલુકામાં ૨૫મીએ ભડલી, ૧ ઓકટો.એ મોઢુકા, ૩ ઓકટો.ના રોજ વિંછીયા, ૮મીએ ઓરી તથા ૯મીએ પીપરડી ખાતે સેવાસેતુ યોજાશે. રાજકોટ તાલુકામાં ૨૨મીએ સાતડા, ૨૩મીએ રતનપર, ૨૪મીએ સણોસરા, ૨૫મીએ કુવાડવા, ૨૮મીએ રાજ સમઢીયાળા, ૨૯મીએ બેડલા, ૩ ઓકટો.ના રોજ ગઢકા, ૫ ઓકટો.ના રોજ સરધાર, ૬ ઓકટો.એ હલેન્ડા, ૮મીએ ખોખળદળ ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે. જામકંડોરણા તાલુકામાં ૨૨મીએ મોટા દુઢીવદર, ૨૫મીએ રોઘેલ, ૩૦મીએ સાતોદડ, ૬ ઓકટો.એ જામદાદર, ૯મીએ સાજડીયાળી ખાતે સેવાસેતુ કેમ્પ યોજવામાં આવશે. કોટડાસાંગાણી તાલુકામાં ૨૧મીએ રાજપરા ખાતે, ૨૫મીએ નાના માંડવા, ૩૦મીએ વેરાવળ, ૭ ઓકટો.એ થોરડી ખાતે સેવાસેતુ કેમ્પમાં આસપાસના ગામોના લોકો સહભાગી થશે. જસદણ તાલુકામાં ૨૪મીએ શિવરાજપુર ખાતે, ૨૫મીએ કનેસરા, ૧ ઓકટો.ના રોજ કમળાપુર, ૩ ઓકટો.ના રોજ આટકોટ, ૬ ઓકટો.ના રોજ જુના પીપળીયા, ૭ ઓકટો.ના રોજ ભાડલા, ૮ ઓકટો.ના રોજ સાણથલી ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે. પડધરી તાલુકામાં ૨૨મીએ સરપદડ, ૨૪મીએ પડધરી, ૨૯મીએ ન્યારા, ૧ ઓકટો.ના રોજ વિસામણ, ૬ ઓકટો.ના રોજ થોરીયાળી, ૮ ઓકટો.ના રોજ સાલ પીપળીયા ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે. તો લોધિકા તાલુકામાં ૨૩મીએ દેવળા, ૩૦મીએ વાજડીવડ, ૭ ઓકટો.એ ઢોલરા, ખાતે સેવાસેતુ કેમ્પનું આયોજન કરાયું છે. ઉપરાંત ગોંડલ તાલુકામાં ૨૧મીએ અનિડા, ૨૩મીએ કોલીથડ, ૨૫મીએ મોવિયા, ૨૯મીએ પીપળીયા, ૩ ઓકટો.ના રોજ દેરડી, ૭ ઓકટો.ના રોજ સુલતાનપુર, ૯ ઓકટો.ના રોજ મોટા દડવા ખાતે સેવાસેતુ કેમ્પ યોજવામાં આવશે. ઉપલેટા તાલુકામાં ૨૧મીએ અરણી, ૨૪મીએ કુંઢેચ, ૨૯મીએ સેવંત્રા, ૫ ઓકટો.ના રોજ કોલકી, ૮ ઓકટો.ના રોજ નાગવદર ખાતે સેવાસેતુ યોજાશે.ધોરાજી તાલુકામાં ૨૪મીએ વેગડી, ૩૦મીએ પીપળીયા તથા ૭ ઓકટો.ના રોજ કલાણા ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે. નાગરિકોને સેવાસેતુ કેમ્પમાં વિવિધ દાખલાઓ, પ્રમાણપત્રો અને કલ્યાણકારી યોજનાઓના લાભો એક જ સ્થળેથી મળી રહે તે માટે તત્રં દ્રારા આયોજન કરવામાં આવ્યું છે.