ઓખા-મીઠાપુરમાં સાત જુગારિયા ઝડપાયા

  • January 01, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ દરોડામાં રોકડ અને સાહિત્ય કબ્જે લેતી પોલીસ

મીઠાપુરમાં પોલીસે જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા દાઉદ નૂરમામદ સુંઘડા, હમીદ હાસમ ચમાડિયા, સાજણભા માંડણભા સુમણીયા અને જગદીશ રામભાઈ ગોસ્વામીને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૦,૭૯૦ નો મુદ્દામાલ કબજે લીધો છે.
ઓખામાં ગાંધી નગરી વિસ્તારમાંથી પોલીસે સહદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૨૦) ને વરલી મટકાના આંકડાથી જુગાર રમતા ઝડપી લીધો હતો. ખંભાળિયા તાલુકાના વાડીનાર ખાતેથી ગંજીપત્તા વડે જુગાર રમતા હુસેન નુરમામદ ફકીર અને મુસ્તાક ઝાકીર આમદાણી નામના બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application