BREAKING NEWS

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ રૂ.૮૮ હજારના સાત મોબાઈલ માલિકોને પરત

  • November 27, 2025 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધીકા પોલીસે CEIR પોર્ટલ મારફત ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢ્યા

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ લોધીકા પોલીસ સ્ટેશનની ટીમે ગુમ થયેલા કે ચોરી થયેલા રૂ. ૮૮ હજારના સાત મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત કર્યા હતા.

રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર અને ગોંડલના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ચોરી થયેલા કે ગુમ થયેલા મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવા સૂચના અપાય હોય જે અંતર્ગત લોધીકા પોલીસ સ્ટેશનના પી.આઈ. યુ.આર. ડામોરની રાહબરી હેઠળ સ્ટાફે ટેકનિકલ સોર્સિસના માધ્યમથી રૂ. ૮૮ હજારના સાત મોબાઈલ ફોન શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને મોબાઈલ પરત કર્યા હતા.

આ કાર્યક્રમમાં લોધીકા પોલીસ સ્ટેશનના પી.આઈ. યુ.આર. ડામોર, એ.એસ.આઈ. ગોપાલભાઈ મોહનભાઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ માવજીભાઈ જસાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અભયભાઈ લાલજીભાઈ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application