રાયોટીંગની ફરિયાદ
દ્વારકા તાલુકાના કુરંગા ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા વરજાંગભાઈ અરજણભાઈ વારસાકીયા નામના 30 વર્ષના યુવાન દુકાનેથી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં રામુભાઈ ઘેલાભાઈ વારસાકીયા નામના શખ્સએ પાછળથી તેનું મોટરસાયકલ અથડાવતા આ બાબતે બોલાચાલી થઈ હતી.
આ પછી આરોપીઓ રામુભાઈ ઘેલાભાઈ વારસાકીયા, વજુભાઈ ઘેલાભાઈ, માંડણભાઈ દાનાભાઈ, ભારુભાઈ રામુભાઈ, કારીબેન અજુભાઈ, શાંતીબેન રામુભાઈ અને ભાનુબેન માંડણભાઈ નામના સાત વ્યક્તિઓએ એકસંપ કરી, ગેરકાયદેસર રીતે મંડળી રચીને ફરિયાદી વરજાંગભાઈના ઘરે લાકડીઓ અને પથ્થર વડે હુમલો કર્યો હતો.
આ પ્રકરણમાં આરોપીઓ દ્વારા ફરિયાદી તેમજ તેમના પરિવારના દેવશીભાઈ, અરજણભાઈ વિગેરેને માર મારી, ઈજાઓ કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે રાયોટિંગની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.