બાબરાના તાઇવદરમાં જુગાર રમતા સાત શખસોને રોકડ 13,350ની મત્તા સાથે સ્થાનિક પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ બાબરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, તાઈવદર ગામે જાહેરમાં કેટલાક શખસો તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ડાયા અરજણભાઇ સોલંકી (રહે.સુકવળા તા.બાબરા), રઘુ વેલાભાઇ મકવાણા (રહે.તાઇવદર), વાસકુર કાળુભાઇ ધાધલ (રહે.જસદણ, મફતીયાપરા), કુલદીપભીખુભાઇ શાક (રહે.તાઇવદર), પ્રવિણ રૂપાભાઇ મકવાણા (રહે.તાઇવદર), શૈલેષ દેવરાજભાઇ રાઠોડ (રહે.ગોખલાણા તા.જસદણ)ને ઝડપી લઇ રોકડ 13,350 કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.