BREAKING NEWS

મોરબીની સરદાર પટેલ સોસાયટીના મકાનમાં જુગાર રમતા સાત ઝડપાયા

  • October 17, 2026 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી રવાપરમાં આવેલ સરદાર પટેલ સોસાયટીના મકાનમાં ધમધમતા જુગાર ધામ પર રેડ કરી પોલીસે જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈને રોકડ રૂા. ૭,૮૫,૦૦૦ જ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે..મોરબીના રવાપર ગામમાં સરદાર પટેલ સોસાયટીમાં રહેતા આરોપી જયદીપ ઉર્ફે લાલ ગોવિંદભાઈ બકુત્રા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા જયદીપ ઉર્ફે લાલ ગોવિંદભાઈ બકુત્રા, સંદીપ જગદીશભાઈ શેરશીયા, આશિષ ભગવાનજીભાઈ ડાંગર, ભાવિન ગીરીશભાઈ કારીયા, રાજેશ ઉર્ફે મુન્નાભાઈ ગોવિંદભાઈ બકુત્રા, કિશન દેવદાનભાઈ કુંભારવાડિયા અને ભાવેશ હીરાભાઈ જીલરીયા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂા. ૭,૮૫,૦૦૦ જ કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application