રાજકોટ પીરવાડી પાસે સનાતન પાર્કમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત સાત શખસોને આજીડેમ પોલીસે ઝડપી લીધા હતાં. જયારે બી ડિવિઝન પોલીસે ભગવતીપરમાં મકાનમાં જુગાર રમતા સાત શખસોને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી. જુગારના આ દરોડા ની જાણવા મળતી વિગતો મુજબ, આજીડેમ પોલીસ મથકના સ્ટાફે સનાતન પાર્ક શેરી નં.૫ પીરવાડી પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત સાત શખસોને ઝડપી લીધા હતાં. જેમાં વિશાલ ગોવિંદભાઇ કેશુર, નિલેશ વિનુભાઇ ખોલીયા, વિવેક ભગવાનજીભાઇ સોલંકી, સોનલબેન રાજુભાઇ કેલૈયા, કોમલબેન ધવલભાઇ રાદડીયા, કિરણબેન મુકેશભાઇ સંચાણીયા અને અલ્કાબેન હસમુખભાઇ ટાંકનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૧૫,૩૭૦ કબજે કરી આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જુગારના બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસ પોલીસ મથકના પીએસઆઇ એન.આર.ડોબરીયા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ભગવતીપરા શેરી નં.૨૨ ડંકીવાળા ચોક પાસે રહેતા અલ્પેશ પરમારમાં મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતાં. જેમાં જુગાર રમાડનાર અલ્પેશ હરીભાઇ પરમાર, જગદીશ કેશવજી રાઠોડ, ઉમેશ દેવજીભા મકવાણા, રમેશ મેઘજીભાઇ સોલંકી, પ્રવિણ ગોપાલભાઇ ચુડાસમા, વિજય મનસુખભાઇ શુકલ અને ભરત બચુભાઇ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૨૬,૦૫૦ કબજે કરી આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જુગારના ત્રીજા દરોડામાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ બી.આર.સાવલીયા તથા ટીમે રામનગર શેરી નં. ૧ માં જાહેરમાં જુગાર રમતા આશીષ ચુનીભાઇ સોલંકી, નિલેષ મનસુખભાઇ સોલંકી, પ્રફુલ કિશનભાઇ સોલંકી અને મુકેશ અમરશીભાઇ ગોરસવા સહિત ચારને ઝડપી લઇ રૂ. ૧૦,૯૦૦ ની રોકડ કબજે કરી હતી.