માંગરોળ તાલુકાના શેપા ગામેી એક અત્યંત દુ:ખદ અને હૃદય કંપાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. પોતાની વાડીમાં આવેલ એક કૂવામાં પડી જતાં ૭ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર શેપા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ, શેપા ગામનો રીઝવાન અબ્દુલ ઢેબર નામના ૭ વર્ષનો બાળક આજે સાંજના સમયે ઘર નજીક રમી રહ્યો હતો ત્યારે અચાનક કૂવામાં પડી ગયો હતો.
બાળકના કૂવામાં પડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બૂમાબૂમ કરતા ગામ લોકો એકઠા ઈ ગયા હતા. ગ્રામજનોએ તાત્કાલિક બાળકને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી અને આ અંગે તંત્રને પણ જાણ કરવામાં આવી હતી.સનિક તંત્ર અને ગ્રામજનોની ભારે જહેમત બાદ બાળકને કૂવામાંી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું ઈ ચૂક્યું હતું. બાળકનું ઘટના સ્ળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
બાળકને તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા હાલ ઘટનાની જાણ તા માંગરોળ પોલીસે પણ હોસ્પિટલ પહોંચીને પંચનામું સહીતની આગળની તપાસ હા ધરી હતી.આ ઘટનાની જાણ તાં માંગરોળ મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાન યુસુફભાઈ ચાંદ અને દાઉદભાઈ ચુડલી સહીતના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતાં સો સો સમગ્ર ગામ શોકમાં ગરકાવ ઈ ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application