લોકસભામાં આજે એફસીઆરએ સહિત અનેક બિલ રજૂ થશે, વિપક્ષની ધમાલની શક્યતા
લોકસભામાં આજે એફસીઆરએ સહિત અનેક બિલ રજૂ થશે, વિપક્ષની ધમાલની શક્યતા
August 03, 2026 10:44 AM
વિપક્ષના સતત વિરોધ વચ્ચે, કેન્દ્ર સરકાર આજે ચાર મુખ્ય બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. ચોમાસા સત્ર પૂર્ણ થવામાં ફક્ત નવ દિવસ બાકી છે, સરકાર આજે 3 ઓગસ્ટે ગૃહ મુલતવી રહે તે પહેલાં મહત્વપૂર્ણ બિલ પસાર કરવાનો પ્રયાસ કરી રહી છે. જેના પગલે આજે ગૃહમાં ફરી એક વખત હોબાળો થવાની શક્યતા છે.સંસદના ચોમાસા સત્ર દરમિયાન, રામ મંદિરના દાનની કથિત ચોરી અને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી કાર્યવાહી અંગે વિપક્ષ સતત સરકાર પર હુમલો કરી રહ્યું છે. ચોમાસુ સત્ર પૂર્ણ થવામાં ફક્ત નવ દિવસ બાકી છે,ત્યારે સરકાર એવી ગણતરીમાં ચાલે છે કે બીલ પસાર થઈ જાય. કેન્દ્ર સરકાર આજે જે ચાર મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે તેમાં સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 37 સુધી વધારવાનો બિલ સામેલ છે. વધુમાં, સરકાર ભારતીય આંકડાકીય સંસ્થા માટે એક વ્યાપક વૈધાનિક માળખું પૂરું પાડવા અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો વિકાસ અધિનિયમમાં સુધારો કરવા માટે સંસદમાં બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. વિપક્ષી નેતાઓના મતે, સરકાર આ સત્રમાં ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ સુધારા બિલ પસાર કરવાની પણ તૈયારી કરી રહી છે. વિપક્ષી પક્ષોનું કહેવું છે કે પ્રસ્તાવિત કાયદો સરકારને એવી સંસ્થાઓની સંપત્તિઓને નિયંત્રિત કરવાનો અધિકાર આપી શકે છે જેમની ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ નોંધણી નવીકરણ કરવામાં આવી નથી. તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના નેતા ડેરેક ઓ'બ્રાયને કહ્યું કે પ્રસ્તાવિત બિલને વિગતવાર તપાસ માટે સંસદીય સમિતિને મોકલવું જોઈએ.