અમેરિકાના એરિઝોનામાં ગ્રાન્ડ કેન્યોન નેશનલ પાર્કમાં એક ભયંકર તોફાન અને પૂરને કારણે ભારે વિનાશ થયો છે. પૂરને કારણે ઓછામાં ઓછા ૨૦ લોકો ગુમ થયાના અહેવાલ છે, યારે સ્થાનિક અધિકારીઓએ અત્યાર સુધીમાં ૬૨ લોકોને બચાવી લીધા છે અને સલામત સ્થળે પહોંચાડા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગ્રાન્ડ કેન્યોનમાં વાવાઝોડા બાદ શનિવારે બ્રાઇટ એન્જલ કેન્યોન અને ફેન્ટમ રાંચ વિસ્તારોમાં અચાનક પૂર આવ્યું હતું. ગ્રાન્ડ કેન્યોન અને ફેન્ટમ રાંચ વિસ્તારોમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે માળખાગત સુવિધાઓને ભારે નુકસાન થયું છે અને ઘણા ફટબ્રિજ સંપૂર્ણપણે નાશ પામ્યા છે.રવિવાર બપોર સુધીમાં કોઈ ઈજાના અહેવાલ નથી, પરંતુ બચાવ અને રાહત પ્રયાસો ચાલુ છે. હવામાન વિભાગે વધુ ભારે વરસાદ, ભૂસ્ખલન અને ભારે વાવાઝોડાની ચેતવણી આપી છે.પાર્ક રેન્જર્સે ચેતવણી આપી છે કે જો વરસાદ ચાલુ રહેશે તો અચાનક પૂર, ભૂસ્ખલન અને ખડકો ધસી પડવાની શકયતા છે, જેનાથી રસ્તાઓ અને નદીમાં પાણીનું સ્તર વધુ ખરાબ થવાની સંભાવના છે.પૂરથી બ્રાઇટ એન્જલ ક્રીક પરના લગભગ તમામ ફટબ્રિજનો નાશ થયો, જેનાથી ટ્રેકર્સ અને હાઇકર્સની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.આ ભયાનક પરિસ્થિતિનો પોતાનો અનુભવ શેર કરતા, પર્વતારોહક ડેવિડ ગ્રેગરીએ સીએનએનને જણાવ્યું, અમારા કેમ્પની નજીકથી પસાર થતી નાની નદી કાટમાળને કારણે અચાનક કાળી થઈ ગઈ અને તેનો પ્રવાહ ખૂબ જ ઝડપી થઈ ગયો ત્યારે અમને કંઈક ખોટું થયું હોવાનું સમજાયું. બાદમાં તેમને હેલિકોપ્ટર દ્રારા બચાવી લેવામાં આવ્યા અને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા. નેશનલ પાર્ક સર્વિસે જનતાને અપીલ કરી છે કે જો કોઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં હાઇકર્સ અથવા બેકપેકર્સ વિશે માહિતી હોય, તો તેઓએ તાત્કાલિક તેમની હેલ્પલાઇનનો સંપર્ક કરવો જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application