શાપર પોલીસે જુગારના બે દરોડામાં તીનપત્તીનો જુગાર રમતા ૧૧ શખસોને ઝડપી લીધા હતાં. જયારે ઉપલેટા પોલીસ મથકના સ્ટાફે ગણોદ ગામની સીમમાં બાવળની નીચે જુગારની મજા માણી રહેલા પાંચ શખસોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણાની રાહબરી હેઠળ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વેરાવળ ગામમાં આનદં લાઇનર ગેઇટ અંદર સર્વેાદય સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતાં. ઝડપાયેલા શખસોમાં બીપીન હરીભાઇ પરમાર, પ્રવિણ રામજીભાઇ મા, સુરેશ મંગાભાઇ જાદવ, હીતેષ પેથાભાઇ વાઘેલા, ભાવેશ જીવણભાઇ દોરીયા, મહેન્દ્ર નાનજીભાઇ રાઠોડ, હીતેન્દ્ર આલજીભાઇ વાઢેર અને સમીર કાસમભાઇ વિસળનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ . ૧૪,૨૪૦ તથા આઠ મોબાઇલ સહિત . ૫૯,૭૪૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
શાપર પોલીસે અન્ય દરોડામાં પારડી શીતળા મંદિર પાવરહાઉસ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી પાડા હતા. પોલીસે ત્રણેય પાસેથી રોકડ રકમ સહિત કુલ .૨૬,૩૨૦નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં શરાફતઅલી અબ્દુલકાદીર અલી (ઉ.વ.૨૬), સતીશ તીરથરામ પાસવાન (ઉ.વ.૨૫) અને મુસ્તકીમ ઇસરાઇલ શાહ (ઉ.વ.૨૭) (રહે. ત્રણેય હાલ પારડી શીતળા મંદિર પાવરહાઉસ પાસે) નો સમાવેશ થાય છે.
ઉપલેટા પોલીસ મથકના સ્ટાફે રાજકોટ– પોરબંદર નેશનલ હાઇવે પર ગણોદગામ જવાના રસ્તે ખારામાં ખાડીયુ શિમ જવાના રસ્તે બાવળની નીચે જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતાં. જેના નામ ચેતન રમણીભાઇ સુતરીયા, કુલદીપ રમેશભાઇ ડાંગર, બાલા મેપાભાઇ સુતરીયા, નથુ કરણાભાઇ ભારાઇ અને પીયુષ હરસુખભાઇ દેગામા હોવાનું માલુમ પડયું છે. પોલીસે પટમાંથી રોકડ .૧૮,૨૬૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી