BREAKING NEWS

નવરાત્રીમાં વાહન વેચાણમાં ભારે ઘટાડો: ૨૪% ઓછું વેચાણ

  • October 20, 2026 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં આ વર્ષે નવરાત્રીના નવ દિવસ દરમિયાન તા.૧૧થી૧૯ ઓક્ટોબર સુધીમાં કુલ રૂ.૭૫.૭૩ કરોડની કિંમતના ૩,૦૬૮ વાહનોનું વેંચાણ થતાં રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચને વ્હીકલ ટેક્સ પેટે રૂ.૧૫.૯૩ કરોડની આવક થઇ હતી. અલબત્ત, ગત વર્ષની તુલનાએ આ વર્ષે વાહન વેચાણમાં ૨૪ ટકા જેવો માતબર ઘટાડો નોંધાયો છે.ગત વર્ષે વાહનોમાં જીએસટી ઘટાડાનો લાભ મળતાં તા.૨૨થી ૩૦ સપ્ટેમ્બરમાં નવરાત્રી દરમિયાન રૂ.૭૬.૦૨ કરોડની કિંમતના કુલ ૪૦૫૪ વાહનો વેચાયા હતા, જ્યારે આ વર્ષે ઓછો વરસાદ છતાં ૭૫.૭૩ કરોડની કિંમતના ૩૦૬૮ વાહનો વેંચાયા છે. ગત વર્ષની તુલનાએ ૯૮૬ વાહન ઓછા વેંચાયા છે.જો કે, આજે દશેરાના પાવન પર્વના દિવસે પણ ટુ વ્હીલર અને કારના શો રૂમ્સમાં ગ્રાહકી જોવા મળી હતી, રાજકોટવાસીઓએ આજે શુભમુહૂર્તમાં બપોર સુધીમાં જ ૫૦૦થી વધુ વાહનોની ખરીદી કરી હતી તો અમુકે અગાઉથી વાહન બુક કરાવી રાખ્યા હતા અને આજના શુકનવંતા દિવસે ડિલિવરી મેળવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, વાહન વેચાણની ઉપરોક્ત વિગત ફ્ક્ત રાજકોટ શહેરમાં થયેલા વેંચાણ અને રાજકોટવાસીઓએ ખરીદેલા વાહનોની જ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application