BREAKING NEWS

લગ્ન કરવાની લાલચ આપી વ્યક્તા પર વારંવાર દુષ્કર્મ આચરી તરછોડી દીધી

  • July 11, 2026 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના આજીડેમ વિસ્તારમાં રહેતી ત્યકતાને લની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ તરછોડી દેતા આ મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
આજીડેમ વિસ્તારમાં રહેતી રહેતી ૩૧ વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દિપક રામજી સોલંકી (રહે. ચુનારવાડ) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી ઘરે બેઠા ઇમીટેશનનું મજુરી કામ કરે છે. તેણીના પહેલા લ ચોટીલા પંથકમાં થયા હતા. તે લ જીવન દરમિયાન સંતાનમાં ત્રણ દિકરીઓની પ્રાી થઇ હતી. ત્યારબાદ ત્રણેક વર્ષ પહેલા પતિ સાથે છુટાછેડા થઇ ગયા હોય અને ત્રણેય દિકરીઓ તેણી સાથે રહે છે. તેણીના માતા–પિતા અવસાન પામ્યા છે.
આશરે દોઢેક વર્ષ પહેલા તેણી એક શખસ સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. આશરે ચાર પાંચ મહીના તેની સાથે રહેલી અને તે દરમિયાન એટલે કે જાન્યુઆરી–૨૦૨૫ માં તે શખ્સનો મીત્ર દિપક સોલંકી ઘરે આવતો હતો એટલે તેની સાથે વાતચીત થતી હતી. જેથી બન્ને વચ્ચે મીત્રતા થઇ ગઇ હતી. આ દિપક સોલંકીએ કહ્યું કે, આ શખસ સાથે ૨હીશ તો તારી જીંદગી બગડી જશે, તું મારી સાથે લ કરી લે, હત્પં તને તથા તારી ત્રણેય દિકરીઓને રાખીશ તેવી વાત કરી હતી.
જેથી તેણીએ આ તે શખસ સાથે મૈત્રી કરાર પુરા કરી નાખેલ અને ત્યારબાદ તેણી દિપક સોલંકી સાથે રહેવા ગઇ હતી. દિપક સોલંકી ઉપર તેણી સાથે રહેતો હતો અને લ કરી લેવાનું કહી અવાર–નવાર મારી શરીર સંબધં બાંધતો હતો. દિપક શઆતમાં તેની સાથે સારી રીતે રાખતો અને સાચવતો હતો. ત્યારબાદ દિપકને જયારે જયારે લ કરવાનુ કહેતી તો કહેતો તો કે આપણે બન્ને સાથે જ રહીએ છીએ. થોડા સમય પછી આપણે બન્ને લ કરી લેશુ.
બાદમાં દિપકે લ કરવાની ના પાડી તરછોડી દિધેલ હોય જેથી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application