BREAKING NEWS

પડધરીના ખોડાપીપર ગામે સરકારી જમીનમાં દુકાનો ખડકી દીધી: લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

  • August 05, 2026 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડધરીના ખોડાપીપર ગામે સરકારી જમીનમાં દબાણ કરી પાંચ દુકાનો ચણી નાખી ભાડે આપી દેવાઇ હતી. જે અંગે મામલતદારે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પડધરીના મામલતદાર કે.જી.સખીયાએ આરોપી તરીકે ભરત સુરેશભાઈ ડાવેરા (રહે. ખોડાપીપર, પડધરી, રાજકોટ)નું નામ આપ્યું છે. મામલતદારે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ખોડાપીપર ગામના મહેસુલી તલાટી તથા સર્કલ ઓફિસર દ્વારા ફેરણી કરતાં ખોડાપીપર ગામના ભરત સુરેશભાઈ ડાવેરાએ પડધરી તાલુકાના ખોડાપીપર ગામના સરકારી ખરાબાના સર્વે નં.૧૩૭ પૈકી ૨ ની જમીનમાં ગેરકાયદેદબાણ કરી પાંચ દુકાનો બનાવી ભાડે ચડાવી આર્થિક ઉપાર્જન કરતા હોવાનું જણાવ્યું હતું. જેથી સરકારી જમીન પર દબાણ કરનાર વિરુદ્ધ તા. ૦૭/૦૨/૨૦૨૬ થી સાધનિક કાગળો તૈયાર કરી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ પગલાં લેવા અભિપ્રાય સાથે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. તા. ૧૧/૦૨/૨૦૨૬ થી પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્યને આ મામલે વિગતવાર દરખાસ્ત કરતાં તેઓની કચેરી પત્ર તા.૨૧/૦૨/૨૦૨૬ થી સરકારી જમીનમાં દબાણ બાબતે સુઓમોટો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા તા.૧૮/૦૭/૨૦૨૬ ના રોજ મળેલી બેઠકમાં ભરત સુરેશભાઈ ડાવેરા વિરૂધ્ધ ગુનો નોંધાવવા સમિતી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી મામલતદારે ફરિયાદી બની પડધરી પોલીસ મથકે સરકારી જમીનમાં દબાણ કરી પાંચ દુકાન ખડકી ભાડે ચડાવી આર્થિક ઉપાર્જન કરતા શખસ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News