શ્રાવણ માસની શઆત સાથે જ સૌરાષ્ટ્ર્રમાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી ઉઠી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પોલીસે જુગારના અલગ– અલગ સાત દરોડામાં આઠ મહિલાઓ સહિત ૪૧ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતાં. જેતપુર ઉધોનગર,જેતપુર તાલુકા, ઉપલેટા, શાપર, ધોરાજી તાલુકા, ભાડલા પોલીસની ટીમે આ કાર્યવાહી કરી હતી. જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર ઉધોગનગર પોલીસ મથકના સ્ટાફે જેતપુર નવાગઢથી જુના સરધારપુર જવાના કાચા રસ્તે વોંકળા પાસે જાહેરમાં જુગાર રમતા ૮ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ પિયા ૭૫,૩૦૦ તથા પાંચ વાહન સહિત . ૩.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં જયેશ બાવીસા, રણછોડ બારૈયા, ફિરોજ ખેભર, જયેશ ઠાકોર, રમેશ પંચાસરા, રાહત્પલગીરી મેઘનાથી, હત્પસેન ખેભર અને બ્રિજેશ કુંવારદાનો સમાવેશ થાય છે. જુગારના બીજા દરોડામાં જેતપુર તાલુકા પોલીસ મથકના સ્ટાફે જેતલસર ગામ ગાયત્રીનગર મામાદેવ મંદિર પાસે રહેતા પ્રતાપ મનજીભાઈ સોલંકીના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા જેમાં પ્રતાપ સોલંકી ઉપરાંત ચંદુ ચારોલીયા, ખીમજી ચારોલીયા, જીતુ મકવાણા, પ્રવીણ સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૦,૧૨૫ કર્યા હતા.
જુગારના ત્રીજા દરોડામાં ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફે સુપેડી ગામે મફતીયાપરા વિસ્તારમાં શાકમાર્કેટ પાસે જાહેરમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. જેમાં રાહત્પલ રાઠોડ જગદીશ રાઠોડ, સંજય મકવાણા, ભુપત રાઠોડ, પંચીજી રાઠોડ અને જીતુજી રાઠોડ નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૨૨,૦૧૦ કબજે કર્યા હતા.
જુગારના ચોથા દરોડામાં ઉપલેટા પોલીસ મથકના સ્ટાફે અહીં ગજાનન પાર્ક સેન્ટ મેરી સ્કૂલ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ત્રણ મહિલા સહિત આઠ શખસોને ઝડપી લીધા હતા. જેમાં દેવરાજ શેખવા, લખન રાઠોડ, તુષાર રાણવા, જગદીશ રેવર, ભોજા રેવર, ચાંદનીબેન પરમાર, રિંકલબેન પરમાર અને સીમાબેન શેખવાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૬,૨૪૦ કબજે કર્યા હતા.
જુગારના પાંચમાં દરોડામાં ઉપલેટા પોલીસ મથકના સ્ટાફે યાદવ રોડ ચકલી ચોરા પાસે રહેતા સોનાબેન નામના વૃદ્ધાના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ શખસોને ઝડપી લીધા હતા. જેમાં મકાન માલિક સોનાબેન ડેર ઉપરાંત અનિલ ચાવડા, વિજય ચાવડા, હાર્દિક બગડા, નસીમાબેન રાવકુંડા, ક્ષાનાબેન બેલીમ, સોનેરાબેન કોરડીયા અને રોશનબેન મોરનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૩,૯૦૦ તથા બે મોબાઈલ સહિત પિયા ૨૮,૯૦૦ નો મુદ્દા માલ કબજે કર્યેા હતો.
જુગારના છઠ્ઠા દરોડામાં ભાડલા પોલીસ મથકના સાથે ખડવાવડી ગામમાં રાજીબેન પુંજાભાઈ મકવાણાની વાડીએ મકાનની બહાર લીંબડાના ઝાડ નીચે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં મિલન મકવાણા, ચતુર મકવાણા, શૈલેષ મકવાણા, વિપુલ મકવાણા અને હરેશ મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૬,૨૫૦ કબજે કર્યા હતા. જુગારના સાતમાં દરોડામાં શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે ટીલાળા ગેટની અંદર હાઇટેક પોલીમર્સ કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતા જેમાં પ્રવિણસિંહ કુર્મી, અશ્વિન અમલીયાર, રવિન્દ્રકુમાર વર્મા અને લખુભાઈ સોલંકીનો સમાવેશ થાય છે પોલીસે પટમાંથી રોકડ . ૧૬,૨૦૦ અને ત્રણ મોબાઈલ સહિત ૩૧,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.