BREAKING NEWS

'શ્રીવલ્લી' હવે દેવરકોંડાની પત્ની: ઉદયપુરમાં રશ્મિકા અને વિજયના શાહી લગ્ન; બે અલગ-અલગ રીતિ-રિવાજ મુજબ યોજાયા પ્રસંગો

  • February 26, 2026 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાંબા સમયની અટકળો બાદ, 'પુષ્પા' ફેમ રશ્મિકા મંદાના અને સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા ગુરુવારે ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ લગ્ન એટલા માટે ખાસ રહ્યા કારણ કે તેમાં બે અલગ-અલગ સંસ્કૃતિઓનો સંગમ જોવા મળ્યો હતો. રશ્મિકા કર્ણાટકના કોડવા સમુદાયમાંથી આવે છે, જ્યારે વિજય તેલુગુ હિન્દુ પરિવારમાંથી છે.


સવાર-સાંજ બે અલગ પરંપરાઓ
કપલે બંને પરિવારની પરંપરાઓને માન આપતા બે વાર લગ્ન કર્યા હતા. સવારે તેલુગુ હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્નની વિધિઓ સંપન્ન થઈ. જ્યારે સાંજે રશ્મિકાના વતન કર્ણાટકની 'કોડવા' પરંપરા મુજબ લગ્ન યોજાયા હતા.


સોશિયલ મીડિયા પર પ્રેમની કબૂલાત

લગ્ન બાદ તરત જ બંનેએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુંદર તસવીરો શેર કરી હતી.
રશ્મિકાએ લખ્યું: "Hi my loves, introducing to you now 'My Husband'" 
​​​​​​​


વિજયે એક અત્યંત રોમેન્ટિક પોસ્ટ લખી:
"મેં તેને એવી રીતે મિસ કરી હતી કે જો તે મારી આસપાસ હોત તો મારો દિવસ વધુ સારો હોત. જો તે મારી સામે બેઠી હોત તો મારું જમવાનું મને વધુ હેલ્ધી લાગત. જો તે મારી સાથે વર્કઆઉટ કરતી હોત તો કદાચ તે વધુ મજેદાર હોત. મારે તેની જરૂર હતી- બસ ઘર જેવી શાંતિ અનુભવવા માટે, પછી ભલે હું ગમે ત્યાં હોઉં."


​​​​​​​કૌટુંબિક પરંપરા અને ભેટ

લગ્ન પૂર્વેની વિધિઓમાં પરિવારો વચ્ચે ભેટ-સોગાદોની આપ-લે પણ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. રશ્મિકાના માતા-પિતાએ વિજયના પરિવારને પરંપરાગત રીતે નાળિયેર, સોપારીના પાન, ફળો, મીઠાઈ અને હળદર-કુમકુમ અર્પણ કર્યા હતા. સામે પક્ષે, વિજયની માતા માધવી દેવરકોંડાએ પોતાની પુત્રવધૂ રશ્મિકાને આશીર્વાદ સ્વરૂપે પરિવારના વારસાગત (ખાનદાની) કંગન ભેટમાં આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application