ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલ હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. તેણે તાજેતરમાં ઘરેલુ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં સદી ફટકારી હતી. આ પછી, તે ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ ODI શ્રેણીમાં પ્રવેશ્યો, જ્યાં તેણે ધૂમ મચાવી દીધી. ગિલે ઇંગ્લિશ ટીમ સામેની ત્રણેય વન-ડેમાં 50 થી વધુ રન બનાવ્યા છે. પહેલી ODI મેચ નાગપુરમાં રમાઈ હતી, જેમાં ગિલે 87 રન બનાવ્યા હતા. અહીં તે સદી ફટકારવાની નજીક પહોંચ્યો પણ તે ચૂકી ગયો. આ પછી, બીજી વનડે કટકમાં રમાઈ, જ્યાં ગિલનું બેટ ફરીથી કામમાં આવ્યું. આ મેચમાં તેણે 60 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી. ભારતીય ટીમે આ બંને મેચ જીતી હતી. આજે અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વન ડે મેચમાં સદી ફટકારી છે.
ગિલે 95 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી
હવે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની ત્રીજી અને છેલ્લી ODI મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, અહીં ગિલે ફરી એકવાર જબરદસ્ત ફોર્મ બતાવ્યું છે. ગિલ શ્રેણીની પહેલી બે મેચમાં સદી ફટકારી શક્યો ન હતો, પરંતુ તેણે ત્રીજી વનડેમાં સદી ફટકારી છે. અમદાવાદ વન ડેમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા આવી હતી. આવી સ્થિતિમાં ગિલ પર સારી શરૂઆત આપવાનું દબાણ હતું. તેણે તે કરી બતાવ્યું અને 95 બોલમાં પોતાની સદી પૂરી કરી. ગિલે 2 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકારી પોતાની સદી ફટકારી છે.
વન ડેમાં ગીલની 7મી સદી
ગિલની વન ડેમાં આ 7મી સદી છે. આ ઉપરાંત, તેણે ટેસ્ટ ક્રિકેટમાં 5 સદી ફટકારી છે. જ્યારે ગિલે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં પણ સદી ફટકારી છે. આ રીતે, આ સ્ટાર ઓપનરે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે.
ગિલે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો
ભારત માટે પોતાની ૫૦મી ODI મેચ (૫૦મી ઇનિંગ) રમી રહેલા શુભમન ગિલે વધુ એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ગિલે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી હાશિમ અમલાનો રેકોર્ડ તોડ્યો, જેમણે તેની 51મી ODI ઇનિંગ્સમાં 2500 રનનો આંકડો પાર કર્યો હતો. ઓપનર ગિલને વન ડેમાં 2500 રન પૂરા કરવા માટે 25 રનની જરૂર હતી અને તેણે ગુસ એટકિન્સન દ્વારા ફેંકાયેલી ભારતીય ઇનિંગ્સની 10મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકારીને આ લક્ષ્ય પ્રાપ્ત કર્યો હતો.
એક જ સ્થળે ત્રણેય ફોર્મેટમાં સદી
ત્રીજી વનડેમાં ભારત-ઇંગ્લેન્ડ પ્લેઇંગ-૧૧
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ.
ઈંગ્લેન્ડ ટીમ
બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, ટોમ બેન્ટન, ગુસ એટકિન્સન, માર્ક વુડ, આદિલ રશીદ અને સાકિબ મહમૂદ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech