સિદ્ધારમૈયાનું રણશિંગું: રાજીનામું ધર્યું પરંતુ રાયસભા બેઠકની ઓફર ફગાવી
સિદ્ધારમૈયાનું રણશિંગું: રાજીનામું ધર્યું પરંતુ રાયસભા બેઠકની ઓફર ફગાવી
May 29, 2026 03:01 PM
સિદ્ધારમૈયાએ કર્ણાટકમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા બાદ પણ સ્થાનિક રાજકીય ગતિવિધિઓમાં સસ્પેન્સ બની રહ્યું છે. રાજકીય પંડિતો હજુ પણ ત્યાંના રાજકીય વિકાસ પર નજર રાખી રહ્યા છે. રાજીનામુ આપી દીધા બાદ સિદ્ધારમૈયા દિલ્હી પાછા ફર્યા છે અને આજે શુક્રવારે કોંગ્રેસ નેતા રાહત્પલ ગાંધીને મળવાના છે. દરમિયાન, તેમણે દાવો કર્યેા હતો કે તેઓ રાયના રાજકારણમાં સક્રિય રહેશે, અને એમ પણ કહ્યું હતું કે તેમણે રાયસભા બેઠકની ઓફર નકારી કાઢી છે.આથી હવે કર્ણાટકના રાજકારણમાં ફરી નાટકીય પરિવર્તન જોવા મળે તો પણ નવાઈ નહી. સિદ્ધારમૈયાએ દાવો કર્યેા હતો કે તેમણે કોંગ્રેસ હાઇકમાન્ડ તરફથી રાયસભા બેઠકની ઓફરને નમ્રતાપૂર્વક નકારી હતી. તેમણે એ પણ ભાર મૂકયો હતો કે તેઓ વણ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકેના તેમના કાર્યકાળના ઓછામાં ઓછા બાકીના બે વર્ષ સુધી સક્રિય રાજકારણમાં રહેશે. અગાઉ, સિદ્ધારમૈયાએ ગઈકાલે કહ્યું હતું કે, પાર્ટી હાઈકમાન્ડે મને રાયસભા માટે ચૂંટણી લડવાનું કહ્યું હતું. પરંતુ મેં ના પાડી દીધી. મને હાલમાં રાષ્ટ્ર્રીય રાજકારણમાં કોઈ રસ નથી.