BREAKING NEWS

રોકેટ ગતિએ ભાગતી ચાંદી કડડભૂસ... એક જ ઝાટકે 20,000નો કડાકો, સોનામાં પણ 4000નો ઘટાડો

  • January 22, 2026 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોના-ચાંદીના ભાવો છેલ્લા કેટલાક દિવસોથી સતત ધમાલ મચાવી રહ્યા હતા અને દરરોજ જોરદાર વધારા સાથે નવી ઊંચી સપાટીઓ પર પહોંચી રહ્યા હતા. પરંતુ અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે ગુરુવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીસીએક્સ પર સોના-ચાંદીના ભાવ ક્રેશ થઈ ગયા હતા. વાયદા કારોબારની શરૂઆતમાં જ એક ઝટકામાં ચાંદીનો ભાવ લગભગ 20,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટી ગયો હતો, જ્યારે સોનાનો ભાવ પણ 4,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી ગયા હતો. સોના-ચાંદીના ભાવમાં અચાનક થયેલા આ મોટા ઘટાડાની પાછળ ટ્રમ્પ કનેક્શન પણ માની શકાય છે.


સૌથી પહેલા એમસીસીએક્સ પર સિલ્વર પ્રાઇસ ક્રેશ વિશે વાત કરીએ, તો બુધવારે 5 માર્ચની એક્સપાયરીવાળી ચાંદીનો ભાવ ફુલ સ્પીડમાં દોડતો હતો અને 3,25,602 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ગુરુવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર કારોબાર શરૂ થયો ત્યારે અચાનક તે ઘટીને 3,05,753 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ હિસાબથી જોઈએ તો એક ઝટકામાં 1 કિલો ચાંદી 19,849 રૂપિયા સસ્તી થઈ ગઈ.


એક બાજુ ચાંદી ક્રેશ થઈ, તો બીજી તરફ સોનું પણ જોત જોતામાં તૂટ્યું હતું. છેલ્લા ત્રણ દિવસોમાં સોનામાં તોફાની તેજી જોવા મળી રહી હતી અને તે સતત નવા લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયું હતું. બુધવારની વાત કરીએ તો 5 ફેબ્રુઆરીની એક્સપાયરીવાળા સોનાનો વાયદા ભાવ 1,52,862 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો, પરંતુ ગુરુવારે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ રેટ ઘટીને 1,48,777 રૂપિયા પર પહોંચી ગયો હતો. એટલે કે સોનું 4,085 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઈ ગયું છે.


સોના-ચાંદીના ભાવમાં અચાનક થયેલા આ ઘટાડાના કારણો વિશે વાત કરીએ, તો આ ક્રેશનું સૌથી મોટું કનેક્શન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલું લાગે છે. ખરેખર તો છેલ્લા કેટલાક દિવસોથી ટ્રમ્પ સતત ટેરિફ બોમ્બ ફોડી રહ્યા હતા અને વેનેઝુએલા, ઈરાન અને પછી ગ્રીનલેન્ડને લઈને યુરોપ પર ટેરિફ હુમલાની ધમકી આપી રહ્યા હતા.


ટ્રમ્પના આ એક્શનથી ગ્લોબલ ટેન્શન વધી ગયું હતું અને રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ ભાગવા લાગ્યા હતા. ડિમાન્ડ વધવાથી બંને કિંમતી ધાતુઓના ભાવમાં તોફાની તેજી જોવા મળી હતી, પરંતુ હવે ટ્રમ્પે આ ટેન્શન ઘટાડનારા નિવેદનો આપ્યા છે અને તેના પછી અચાનક જ સોનું-ચાંદી ક્રેશ થતું જોવા મળી રહ્યું છે.


ગ્રીનલેન્ડને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે હવે નવું નિવેદન આપ્યું છે, જે આ છેલ્લા દિવસોમાં ટેરિફ ધમકીથી વધેલા ટેન્શનને ઘટાડનારું લાગે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, ગ્રીનલેન્ડ પર એવી સમજૂતી કરવામાં આવશે, જે અમેરિકા અને નાટો બંનેને સંતુષ્ટ કરશે. જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું કે ગ્રીનલેન્ડ પર કબજાની કાર્યવાહીથી અમેરિકામાં યુરોપીયન દેશોના રોકાણ પર નકારાત્મક અસર પડી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application