BREAKING NEWS

ચાંદી 10000 ઉછળીને 2,33,000ની સર્વોચ્ચ સપાટીએ, રાજકોટમાં જીએસટી સાથે સોનાનો ભાવ રૂ.142,700

  • December 26, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોના અને ચાંદી બને કીમતી ધાતુમાં આવેલી અભૂતપૂર્વ તેજીએ વાયદા બજારમાં સોપો પાડી દીધો છે. આજે તારીખ 26 ડિસેમ્બરને શુક્રવારે ફરી એક વખત બંને કિમતી ધાતુઓએ સર્વોચ્ચ સપાટી પાર કરી છે. જીએસટી વિના ચાંદીના ભાવ એક ઝટકામાં રૂ.10,000 પ્રતિ કિલો ઉછળીને 2,32,100 પર ખુલ્યા બાદ બપોર સુધીમાં રૂ.2,32,800પર એટલે કે રૂ.2,33,000ની સપાટી પર ટ્રેન્ડ કરતા જોવા મળ્યા હતા. આ અગાઉ તારીખ 24 ડિસેમ્બરના રોજ ચાંદીએ 2,23,742ની સર્વોચ્ચ સપાટી પાર કરી હતી. આજે રાજકોટની બજારમાં જીએસટી સાથે ચાંદી રૂ.2,39,003 પ્રતિ કિલો પર પહોંચી ગયા છે.


જીએસટી વિના સોનુ રૂ. 1,37,914ના ઓલ ટાઈમ ભાવ પર ખુલ્યું

જ્યારે આજે જીએસટી વિના સોનુ રૂ. 1,37,914ના ઓલ ટાઈમ ભાવ પર ખુલ્યું હતું. જ્યારે જીએસટી સાથે 24 કેરેટ સોનાના ભાવ રૂ.1,42,051 પ્રતિ 10 ગ્રામ ખૂલ્યા બાદ બપોરે 1,287ના ઉછાળા સાથે રૂ.1,42,178 પર પહોંચી ગયા છે. આમ, આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 62,174 રૂપિયા ઉછાળો નોંધાવી ચૂક્યું છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ 4525.96 ડોલર પ્રતિ ઓન ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વર્ષે સોનાની કિંમતમાં કુલ 73.7 ટકા જેટલો વધારો નોંધવામાં આવ્યો છે. સોની બજારના વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2026ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આગામી વર્ષમાં પણ સોનાના ભાવમાં આગ ધરતી તેજી યથાવત જોવા મળશે.


સલામત રોકાણ તરીકે સોના અને ચાંદીની સતત ખરીદી

સોના અને ચાંદી બંને ધાતુઓના ભાવમાં થઈ રહેલા વધારા પાછળ અમેરિકા અને વેંઝ્યુલા વચ્ચે વધી રહેલો તનાવ, અમેરિકી ફેડરિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની આશા રહેલા છે. જેના કારણે રોકાણકારો સલામત રોકાણ તરીકે સોના અને ચાંદીની સતત ખરીદી કરી રહ્યા છે. આ સિવાય ઉદ્યોગ જગતમાં ચાંદીની માંગ સતત વધી રહી છે જ્યારે સપ્લાય ઘટવાના કારણે પણ ભાવ વધારો થઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application