કીમતી ધાતુ ચાંદીના ભાવમાં ગુરુવારે તીવ્ર ઘટાડા પછી ફરી એક નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.આજે સવારે એમસીએક્સ ખુલતા જ ચાંદીના ભાવમાં લગભગ ₹10,000 પ્રતિ કિલોનો વધારો થતા રોકાણકારો રાજી થયા છે જયારે ચાંદીના કારીગરોમાં અજંપો છવાયો છે.કે આટલા ભાવે ચાંદી લેશે કોણ અને ઘરેણા નહી વેચાય તો રોજગારીનું શું? છેલ્લા થોડા સમયથી સોના અને ચાંદીના ભાવ માં જે રીતે ઉછાળો જોવાઈ રહ્યો છે તેના લીધે મધ્યમ વર્ગના લોકો અને ખાસ કરીને જેમના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે તેમની ચિંતા વધી રહી છે.
ગુરુવારે ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડા પછી, ચાંદીના ભાવમાં ફરી એક નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. એમસીએક્સ ખુલતા જ ચાંદીના ભાવમાં લગભગ ₹10,000 પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે. સોનાના ભાવ પણ વધી રહ્યા છે, જોકે ચાંદી જેટલા નથી. શુક્રવારે સવારે સોનાના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ આશરે ₹૩,૦૦૦ જેટલા વધ્યા છે.જયારે ૧ કિલો ચાંદીની કિંમત પ્રતિ ૧૦ ગ્રામ ₹૩૩૩,૫૪૯ થઈ ગઈ છે. આ પ્રતિ કિલો ₹૬૨૬૦ નો વધારો છે. ચાંદીએ અત્યાર સુધી પ્રતિ કિલો ₹૩૩૨,૦૦૦ ની નીચી સપાટી અને પ્રતિ કિલો ₹૩૩૯,૯૨૭ ની ઊંચી સપાટી નોંધાવી છે.