BREAKING NEWS

ચાંદીમાં 5500, સોનામાં રૂ.1000થી વધુનો કડાકો, વાયદા બજારમાં ભૂકંપ

  • July 01, 2026 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. સોનું પ્રતિ 10 ગ્રામ 1416 રૂપિયા તૂટીને 141115 રૂપિયા થયું, જ્યારે ચાંદી પ્રતિ કિલો 5662 રૂપિયા ઘટીને 222901 રૂપિયા પર પહોંચી. સતત ઘટતી કિંમતોથી રોકાણકારો ચિંતિત બન્યા છે. એક સમયે ચાર લાખે પહોંચેલી ચાંદી સવા બે લાખની આસપાસ ટ્રેડ થઈ રહી છે.


સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટતી જઈ રહી છે. વાયદા બજારમાં આજે પણ જોરદાર ભૂકંપ આવતા બંને કિંમતી ધાતુઓની કિંમતો ગગડતાં રોકાણકારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


વાયદા બજારમાં સોનાની કિંમતોની વાત કરીએ તો ગઈ કાલે સોનું પ્રતિ 10 ગ્રામ 142531 રૂપિયાની સપાટીએ ક્લૉઝ થયું હતું જે આજે ખુલતાની સાથે 141634 પર સ્પર્શીને 141115 રૂપિયાએ પહોંચી ગયું હતું. જેના પરથી કહી શકાય કે સોનાની કિંમતોમાં આજે 1416 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. રોકાણકારો ફરી એકવાર આ સ્થિતિને લીધે મુંઝવણમાં મૂકાયા હતા.


બીજી બાજુ ચાંદીની કિંમતોની વાત કરીએ તો જે ગઇકાલે પ્રતિ કિલોએ 228563 રૂપિયાએ બંધ થઇ હતી. તે આજે 225000 રૂપિયાની સપાટીએ ખુલી હતી અને તેમાં પણ કડાકાનો દોર યથાવત્ રહેતા તે સીધી 222901 રૂપિયાની નીચલી સપાટીએ પહોંચી ગઇ હતી. જેના પરથી ખ્યાલ આવે છે કે ચાંદી આજે કુલ 5662 રૂપિયા જેટલી તૂટી હતી. ઉલ્લેખનીય છે કે એક સમયે ચાંદી ચાર લાખની સપાટીને કૂદાવી ચૂકી હતી જે આજે સવા બે લાખ રૂપિયાની આજુબાજુ ટ્રેડ થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application