BREAKING NEWS

ચાંદીના ભાવમાં એક દિવસમાં સવા લાખ અને સોનામાં ૩૩,૦૦૦ રૂપિયાનો ઘટાડો

  • January 31, 2026 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગઈકાલે બુલિયન બજાર એટલે કે સોના-ચાંદી માટે બ્લેક ફ્રાઈ ડે સાબિત થયો. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂા.૧ લાખથી વધુનો ઘટાડો થયો હતો, જ્‍યારે સોનામાં પણ એક જ ઝટકામાં રૂા.૩૩,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો થયો હતો. આ કડાકાએ 2008ની મંદીમાં આવેલા ઘટાડાઓનો પણ રેકોર્ડ બ્રેક કરી નાખ્યો હતો. ચાંદીનો ઉપયોગ સર્કિટ બોર્ડ, ઈલેક્ટ્રિક વ્હિકલ, બેટરી, સોલર પેનલ અને મેડિકલ ઉપકરણોમાં વધુ થાય છે. હવે માગ વધી રહી છે પરંતુ સપ્લાય ઓછી છે.

અમેરિકા અને અન્ય દેશો વચ્ચે ટેરિફ ટેન્શન, રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ અને આ સૌની વચ્ચે ટ્રમ્પની ઈરાન પર હુમલાની ધમકીએ જીઓપોલિટિક ટેન્શન વધારી દીધું છે અને તેના પગલે વિવિધ દેશો સોના-ચાંદીને સ્ટોર કરવા લાગ્યા હતા. ડોલર અને શેરબજારમાં ઉતાર-ચઢાવનો ખતરો વધુ રહે છે. ચાંદી હાર્ડ એસેટ હોવાને કારણે વધુ સ્ટેબલ સાબિત થઇ રહી છે. સોનાની જેમ ચાંદી આભૂષણ અને સિક્કા બનાવવા માટે લોકપ્રિય ધાતુ ગણાય છે. સોના કરતાં સસ્તું હોવાને કારણે નાના રોકાણકારો માટે તે પસંદગીનો વિકલ્પ પણ છે.

નિષ્ણાતોનું માનવું છે કે શોર્ટ ટર્મમાં ભલે સોના-ચાંદી બજારમાં ઉથલ પાથલ જોવા મળે પણ સપ્લાયની અછત અને વધતી માગને પગલે ચાંદી ફરી 4 લાખને ક્રોસ કરી શકે છે. જોકે અમુક નિષ્ણાતો કહે છે કે ચાંદીની ચમકથી સાવચેત રહેવાની જરૂર છે. ભવિષ્યમાં હજુ કિંમતમાં કરેક્શન આવી શકે છે.

મલ્‍ટી કોમોડિટી એક્‍સચેન્‍જ ઓફ ઈન્‍ડિયા એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવમાં છેલ્‍લા કેટલાક દિવસોથી વધઘટ થઈ રહી છે. ગુરુવારે નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો, પરંતુ શુક્રવારે આ ઉછાળો અટકી ગયો હતો. આ પાછળના કારણો રોકાણકારો દ્વારા નફા-બુકિગ, નબળો પડી રહેલો યુએસ ડોલર, ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્‍યાજ દર સ્‍થિર રાખવા અને યુએસમાં ઉંચો ફુગાવો હતા.

સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડો માત્ર સ્‍થાનિક બજારોમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ જોવા મળ્‍યો હતો. કોમેકસ પર ચાંદીના ભાવ, જે ડોલર૧૧૯ પ્રતિ ઔંસના ઉચ્‍ચતમ સ્‍તર પર પહોંચ્‍યા હતા, તે નોંધપાત્ર ઘટાડા પછી હવે ડોલર ૮૫,૨૫૦ પ્રતિ ઔંસ પર આવી ગયા છે. સોનાના ભાવ, જે ડોલર૫,૫૦૦ પ્રતિ ઔંસને વટાવી ગયા હતા, તે હવે ડોલર૪,૮૭૯.૬૦ પ્રતિ ઔંસ પર આવી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application