જામનગર : સિંધી સમાજ અને સિંધી સમાજના ઇષ્ટદેવનું અપમાન કરતા શબ્દો સામે સિંધી યુવા સંગઠની ફરિયાદ
જામનગર : સિંધી સમાજ અને સિંધી સમાજના ઇષ્ટદેવનું અપમાન કરતા શબ્દો સામે સિંધી યુવા સંગઠની ફરિયાદ
November 05, 2025 12:14 PM
છત્તીસગઢ રાજ્યના રહેવાસી અમિત બઘેલ દ્વારા છત્તીસગઢના જિલ્લાઓમાં પ્રવચન કરી લોકોની લાગણી સાથે ખિલવાડ કરી રહ્યો છે. જે તાજેતરમાં જ છત્તીસગઢના રાયપુરમાં પોતાના પ્રવચનમાં બફાટ કરી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાવી છે, તેમના પ્રવચન સાથે મીડિયામાં અને સોશિયલ મીડિયા મારફતે વાઇરલ કરેલ છે.
જેમાં તમામ સિંધીઓ પાકિસ્તાની છે અને તેમના ઈષ્ટદેવની પ્રતિમાને પાકિસ્તાનમાં લગાવો તથા જે કોઈપણ ગેરકાયદેસર કૃત્યોં થાય છે તેમાં સિંધીઓ જ હોય છે,તેમજ માછલી વાળા ભગવાનની પ્રતિમા અમારા વિસ્તારમાં કેમ લગાવવાની ? એવા અનેક અપ શબ્દો બોલી ઇષ્ટદેવનું અપમાન કરેલ જેથી હિન્દુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે એટલું જ નહીં હિન્દુ સમાજની તેમજ સિંધી સમાજની ધાર્મિક લાગણી દુભાણી છે.
જેને લઇ આ અમિત રામકુમાર બઘેલ પર જામનગરના એડવોકેટ વિવેક નેભાણી, એડવોકેટ કમલેશ તેજવાણી, એડવોકેટ કપિલ તીર્થાણી અને એડવોકેટ અનિતાબેન રામવાણીના સાથથી હિન્દુ સેનાના સૌરાષ્ટ્ર મંત્રી તેમજ સિંધી યુવા સંગઠનના મયુર ચંદન દ્વારા તેમના પર જામનગર એસ.પી કચેરી પર ફરિયાદ આપેલ છે, સાથો સાથ સાયબર ક્રાઇમમાં પણ 1930 નંબર પર ઓનલાઇન ફરિયાદ નોંધાવેલ છે.