હાલ રાજકોટમાં રહેતી પરિણીતાએ મોરબીમાં રહેતા પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ચરિત્ર પર શંકા કરી ત્રાસ આપ્યા અંગેની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સિંગર તરીકેનું કામ કરનાર પરિણીતાને પતિ દારૂ પી ચારિત્ર પર શંકા કરી મારમારતો હતો તેમજ સાસરીયા પક્ષના અન્ય સભ્યો પણ તેના ચારિત્ર વિશે એલફેલ બોલતા હતાં.પરિણીતાને મિસ કેરેજ થતાં બાળક બીજાનું હતું એટલે જ તે પડાવી નાખ્યું કહી ટોર્ચર કરવા લાગ્યા હતા. જેથી અંતે તેણે આ ફરિયાદ નોંધાવી છે.
હાલ રાજકોટમાં ફોર્ચ્યુન હોટલ પાછળ જેનીસ એપાર્ટમેન્ટમાં માવતરના ઘરે રહેતી અલ્પનાબેન (ઉ.વ 35) નામની પરિણીતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબીમાં શકત સનાળા રોડ પર ભૂમિ ટાવરમાં રહેતા પતિ તેજસ રાવલ, સસરા રાજેશ રાવલ, સાસુ મધુબેન, નણંદ અંકિતા, પુનમ, દિયર ધૃવિલના નામ આપ્યા છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૯/૬/૨૦૨૩ના તેના લગ્ન તેજસ સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ સાસુ- સસરાએ કહ્યું હતું કે, તેજસને પીવાની ટેવ છે. તેને સાચવી લેજે જેથી પરિણીતાએ કહ્યું હતું કે, આ વાત તમારે પહેલા કરવી જોઈએ જે બાબતે બોલાચાલી થઈ હતી. લગ્નના દોઢેક માસ બાદ પતી દારૂ પી ઘરે આવ્યો હતો અને ઝઘડો કર્યો હતો. થોડા સમય બાદ ફરી દારૂ પી ઘરે આવી ઝઘડો કરી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી લગ્નના બે મહિના બાદ જ પરિણીતા માવતરના ઘરે રિસામણે આવી હતી ત્યારબાદ સાસરિયાઓ તેડી ગયા હતા. થોડા સમય બાદ ફરી પતિએ દારૂ પી ચરિત્ર વિશે બોલી ઝઘડો કરી ધક્કા મારી બહાર કાઢી મૂકી હતી. આ રીતે પાંચેક વખત પરિણીતા માવતરે રિસામણે આવી હતી.
પરિણીતા સિંગર તરીકે કામ કરતી હોય તેને જ્યાં ઇવેન્ટ હોય તેના ઓર્ગેનાઇઝરને પણ ફોન કરી પતિ તેજસ તેના વિશે એલફેલ બોલી કામ નહીં આપવા બાબતે ગાળાગાળી કરતો હતો. એક વખત મોરબીમાં ઇવેન્ટમાં જતી હતી ત્યારે રસ્તામાં ગાડી વડે તેના વાહનને ટક્કર મારી રોડ વચ્ચે તેની સાથે ઝઘડો કર્યો હતો. તેમજ સાસુ સસરા તથા નણંદ અને દિયર પણ પરિણીતાને ચારિત્ર વિશે અપશબ્દો બોલતા હતા.
વર્ષ 2024માં જાન્યુઆરી માસમાં પરિણીતા પ્રેગ્નેટ થતાં પતિ દારૂ પી માનસિક ટોર્ચર કરી બાળક બીજાનું છે કહી ઝઘડો કરતો હતો અને સાસરીયાઓ પણ તેનો સાથ આપતા હતા. પ્રેગ્નન્સીના ત્રીજા મહિનામાં મિસ કેરેજ થયું હતું બાદમાં આ બાબતે સાસરિયાંઓએ બીજાનું બાળક હતું એટલે તે પડાવી નાખ્યું તેમ કહી મેણા ટોણા મારી ત્રાસ આપતા અંતે પરિણીતા માવતરને જાણ કરતા વર્ષ 2024 ના મે મહિનામાં તેને રાજકોટ તેડી ગયા હતા. ત્યારબાદ છેલ્લા એક વર્ષથી તે અહીં માવતર ના ઘરે રહે છે. તેમછતાં પતિ વોટસએપમાં મેસેજ કરી વિડીયો કોલ કરી એલફેલ બોલતો હતો અને કહેતો હતો કે, તું તારી રીતે રહેજે મેં તો બીજી ગોતી લીધી છે. તેમ કહી ગાળો આપતો હોય અંતે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાંઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech