BREAKING NEWS

સિંગતેલના ભાવમાં ભડકો, આટલા રૂપિયા વધતા હવે ડબ્બાના થયા 2680, હજુ પણ વધારો થવાની સંભાવના

  • January 02, 2026 09:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવા વર્ષના પ્રારંભમમાં સિંગતેલમાં ભાવ વધારો આવ્યો છે. ડબ્બામાં 20 રૂપિયા વધતા હવે ડબ્બાના 2680 રૂપિયા થયા છે. સિંગતેલમાં હજું પણ ભાવ વધે તેવી શક્યતાઓ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


 અગાઉ 18 ડિસેમ્બર 2025ના રોજ ભાવમાં વધારો થયો હતો, ત્યારે અન્ય રાજયોમાં પણ સિંગતેલની માગ વધી છે જેના કારણે ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, તો આ વખતે સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે મગફળી પકવતા ખેડૂતોને મોટું નુકસાન પણ થયું છે.


અગાઉ કપાસિયા તેલમાં થયો ઘટાડો થયો હતો. સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2555-2605 રૂપિયાએ પહોંચ્યો હતો, કપાસીયા તેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થતાં ડબ્બાનો ભાવ 2160-2210 રૂપિયાએ પહોંચ્યો હતો, આ ભાવ છેલ્લે 18 ડિસેમ્બર 2025ના રોજ હતો. 

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર વિવિધ સહકારી પ્રવૃત્તિઓને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી પ્રથમવાર દેવભૂમિ દ્વારકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMC ખંભાળિયા ખાતે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે.


રાજ્યના ખેડૂતો તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવે ખરીદ-વેચાણ કરી શકે તેવા હેતુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી ખંભાળિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નાગરિકોને શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application