ભારત સહિત દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોવિડ-૧૯ કોરોના વાયરસનું નામ સાંભળતા જ લોકો આજે પણ ભયની લાગણી અનુભવે છે. દુનિયાને તેમના ઘરો સુધી સીમિત રાખનાર વાયરસનો પડછાયો ફરી એકવાર મંડરાઈ રહ્યો છે. તાજેતરમાં ચીન, સિંગાપોર અને થાઇલેન્ડ જેવા એશિયન દેશોમાં કોવિડ-૧૯ના નવા મોજા વચ્ચે વાયરસના કેસ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત ગુજરાતમાં પણ મળી આવ્યા
ણ આરોગ્ય વિભાગ સક્રિય બન્યો છે.
ગુજરાતમાં કોરોનાના ૮ કેસ નોંધાતાં ભાવનગર શહેર અને જિલ્લાના કક્ષાએ સંબંધિત સરકારી વિભાગો સંભવિત આપદાને લઈ એક્શન મોડમાં આવી ગયા છે.
ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી. પરંતુ કોરોનાને લઈ હોસ્પિટલમાં તમામ પ્રકારની આગોતરી સુવિધા તૈનાત કરવામાં આવી છે. સર.ટી. હોસ્પિટલમાં કોઈ કેસ આવે તો સારવારની બધી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ, ઓક્સિજન, દવાઓ સહિતનો પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.
હાલ ફેલાઈ રહેલ ઉંગ-૧ અને કઋ-૭ વેરિઅન્ટ્સ વિષે નિષ્ણાતોના મતે ઈંગ૧ અને કઋ૭ પ્રકારો ભારતમાં પ્રવેશ્યા છે, પરંતુ આની પુષ્ટિ કરવા માટે જીનોમ સિક્વન્સિંગ જરૂરી છે. ઠઇંઘ એ પહેલાથી જ ઈંગ૧ ને રસના પ્રકાર તરીકે જાહેર કરી દીધું છે. આ પ્રકાર હાલના રસીકરણ અથવા અગાઉના ચેપ દ્વારા વિકસિત રોગપ્રતિકારક શક્તિને ટાળવા માટે સક્ષમ છે. જોકે ઠઇંઘ મુજબ, મોનોવેલેન્ટ બૂસ્ટર અમુક સ્તરનું રક્ષણ પૂરું પાડી શકે છે, પરંતુ આ બૂસ્ટર હજુ ભારતમાં વ્યાપકપણે ઉપલબ્ધ નથી. દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઓછી હોવા છતાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સાવચેતી રૂપે ફરીથી તેનું કોવિડ-૧૯ ડેશબોર્ડ શરૂ કર્યું છે. તા. ૧૯ મે ના રોજ નોંધાયેલા ડેટા અનુસાર, દેશમાં ૨૫૭ સક્રિય કેસ છે, જેમાંથી કેટલાક દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું જણાયું છે.
ત્યારે ભાવનગર સર. ટી. હોસ્પિટલમાં તબિબિ સારવાર માટે ૨૫ થી ૩૦ બેડનો આઇસોલેશન વોર્ડ, ટેસ્ટિંગ કીટ, ઓક્સિજન ટેન્ક, પી.પી.ઈ. કિટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઊ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech