ગુજરાત પોલીસમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. રાજ્યના છ આઈપીએસને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં રાજુ ભાર્ગવ અને મનોજ શશીધરને ડીજીપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે દિવ્ય મિશ્રા, દિપન ભદ્રન, પી.વી. રાઠોડ અને સૌરભ તોલંબિયાને ડીઆઈજી તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે તાલીમ પૂર્ણ કરનારા નવ આઈપીએસને એએસપી તરીકનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
મનોજ શશીધર
1994 બેચના IPS અધિકારી મનોજ શશીધર હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. જેઓને ડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે.
રાજુ ભાર્ગવ
1995 બેચના IPS અધિકારી રાજુ ભાર્ગવ હાલ ગાંધીનગર આર્મ્ડ યુનિટમાં એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે કાર્યરત છે. જેઓને ડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે.
દિવ્ય મિશ્રા
2007 બેચના IPS અધિકારી દિવ્ય મિશ્રા હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને આઈબીમાં એડિશ્નલ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. જેઓને IGP તરીકે બઢતી આપવામાં આવી છે.
દીપન ભદ્રન
2007 બેચના IPS અધિકારી ભદ્રન પણ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. જેમને IGP તરીકે બઢતી આપવામાં આવી છે.
સૌરભ તોલંબિયા
2007 બેચના IPS અધિકારી સૌરંભ તોલંબિયા પણ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. GAILમાં સિક્યુરિટી એડવાઈઝર તરીકે કાર્યરત છે. જેઓને IGP તરીકે બઢતી આપવામાં આવી છે.
પી.વી. રાઠોડ
2007 બેચના IPS પી.વી. રાઠોડ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ડેપ્યુટી IG તરીકે કાર્યરત છે. જેઓને પણ IGP તરીકે બઢતી આપવામાં આવી છે.
2022-23 બેચના 9 IPSને પોસ્ટિંગ અપાયું
ગુજરાત કેડરના વર્ષ 2022-23 બેચના IPS અધિકારીઓની ફેઝ-2ની હૈદ્રાબાદ પોલીસ અકાદમીમાં તાલીમ પૂર્ણ થતા રાજ્ય પોલીસ દળમાં હાજર થયા છે. જેઓને રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જેઓના નામની યાદી નીચે મુજબ છે.
