યુનાઇટેડ સ્ટેટસના છ ડેમોક્રેટિક ધારાસભ્યોએ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કેા બિયોને વિનંતી કરી છે કે તેઓ ભારતમાં વિધાર્થીઓના વિરોધ પ્રદર્શનો દરમિયાન કથિત રીતે અતિશય બળપ્રયોગના મુદ્દાને ઉઠાવે. આ ધારાસભ્યોએ દિલ્હી અને ભારતના અન્ય વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે લેવામાં આવેલા પગલાં, કથિત દમન અને ગેરકાયદેસર અટકાયતો અંગે ચિંતા વ્યકત કરી છે.
આ ધારાસભ્યોમાં પ્રમિલા જયપાલ, ઈલ્હાન ઓમર, જિમ મેકગવર્ન, રશીદા તલાબ, એલેનોર હોમ્સ નોર્ટન અને જીસસ ગાર્સિયાનો સમાવેશ થાય છે. બિયોને મોકલેલા એક પત્રમાં, તેમણે ભારતમાં વિધાર્થીઓના વિરોધ પ્રદર્શનો દરમિયાન સુરક્ષા દળોના વર્તન અંગે ચિંતા વ્યકત કરી અને તેમને આ બાબતે ધ્યાન આપવા વિનંતી કરી. ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે ભારતમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે અતિશય બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે યુનાઇટેડ સ્ટેટસમાં ભારતીય દૂતાવાસ અને વિવિધ ભારતીય કોન્સ્યુલેટસ સામે પણ આક્ષેપો કર્યા. તેમણે દાવો કર્યેા કે આ રાજદ્રારી મિશનોએ કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા વ્યકિતઓ પર નજર રાખવા માટે ફોટોગ્રાફરો તૈનાત કર્યા હતા.પ્રમિલા જયપાલે ભારતમાં મતદાર યાદીમાંથી નામો હટાવવાના મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યેા અને સાથે જ કોકરોચ જનતા પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કયુ. દરમિયાન, યુનાઇટેડ સ્ટેટસમાં ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રાએ જયપાલની ટિપ્પણીઓની આકરી ટીકા કરી અને તેને ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી ગણાવી. કવાત્રાએ સ્પષ્ટ્ર શબ્દોમાં કહ્યું કે ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી સ્વીકાર્ય નથી.
વધુમાં, ડેમોક્રેટિક નેતા અને વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ સલાહકાર અજય જૈન ભુટોરિયાએ પણ આ પત્રની ટીકા કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકતત્રં છે, જેની પાસે પોતાની ન્યાયિક વ્યવસ્થા અને સ્વતત્રં પ્રેસ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application