BREAKING NEWS

માતાજીના માંડવામાં છ પશુની બલિ ચડાવાઈ, રેડ પડતા આરોપીઓ ફરાર, 9 પશુને બચાવી લેવાયા, રાજકોટમાં કાળજું કંપાવતો અંધશ્રદ્ધાનો બનાવ

  • November 24, 2025 09:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ટેકનોલોજીના યુગમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે માતાજીના માંડવામાં છ પશુની બલિ ચડાવવામાં આવી હોવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. ખાનગી ફાઉન્ડેશન દ્વારા રેડ પાડવામાં આવતા સમગ્ર ઘટના સામે આવી હતી. રેડ દરમિયાન 9 પશુને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે રેડ પડતા જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


9 જીવતા પશુઓને બચાવી લેવામાં સફળતા મળી 

મળતી માહિતી મુજબ, એક ખાનગી સંસ્થા જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ સ્થળ પર રેડ કરવામાં આવી હતી. ફાઉન્ડેશનના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા ત્યારે 6 પશુઓની બલી અપાઈ ચૂકી હતી. જોકે, તેમની ત્વરિત કાર્યવાહીને કારણે અન્ય 9 જીવતા પશુઓને બચાવી લેવામાં સફળતા મળી હતી.


ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી

રેડની જાણ થતાં જ આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતાં, રાજકોટની થોરાળા પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News