મોરબી માળીયા(મીં)ના મોટાદહિંસરા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડા પીયા ૧,૦૩, ૦૦૦–તથા મોબાઇલ નંગ–૩ કિં..૧૦, ૫૦૦– મળી કુલ કિં..૧,૧૩,૫૦૦– ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચ ઝડપી પાડેલ છે.મોરબી એલસીબી તથા પેરોલ ફર્લેા સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોટા દહિસરા ગામની સીમમાં ખરાબામાં આવેલ વોકળા કાંઠે ખુલ્લ ી જગ્યામા અમુક ઇસમો જુગાર રમે છે, જેથી બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા કુલ–૦૬ ઇસમો અમીતભાઇ જેરામભાઇ પટેલ( ઉ.વ.૪૫) રહે. પીપળી તા.જી.મોરબી, નગીનભાઇ છગનભાઇ પટેલ (ઉ.વ.૫૪) રહે.ખાખરેચી તા.માળીયા(મીં), વિવેકભાઇ વિનોદભાઇ બાવાજી (ઉ.વ.૩૨), રહે. મોટાદહિસરા તા.માળીયા (મીં) જી.મોરબી, માનસીંગભાઇ દેવાભાઇ કોળી ઉ.વ.૫૫ રહે.વવાણીયા તા.માળીયા (મીં.), હસમુખભાઇ ઉર્ફે અશોકભાઇ વાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) રહે.મોટા દહિસરા તા.માળીયા(મીં), રમેશભાઇ મગનભાઇ પટેલ (ઉ.વ.૫૨) રહે.સરવડ તા.માળીયા(મીં)વાળાને રોકડા પિયા ૧,૦૩,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ–૩ કિં..૧૦,૫૦૦ મળી કુલ . ૧,૧૩,૫૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ તેમજ આ રેઇડ દરમ્યાન અન્ય ત્રણ ઇસમો શકિત કોળી રહે.ધનાળા તા.હળવદ, અનીધ્ધસિંહ જાડેજા રહે.મોટાદહિસરા તા.માળીયા(મીં), ચિરાગભાઇ રાધવજીભાઇ પટેલ રહે.સરવડ તા. માળીયા(મીં)વાળા નાશી ભાગી ગયેલ હોય જેથી આ રેઇડમાં પકડાયેલ તથા નહિ પકડાયેલ તેમ મળી કુલ–૯ આરોપીઓ સામે માળીયા(મીં) પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે