ખંભાળિયાના માંઝા ગામે છ જુગારીઓ ઝડપાયા: મુદ્દામાલ કબજે

  • March 04, 2024 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા પંથકમાં ઇન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે રવિવારે સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા તથા યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના માંઝા ગામે આવેલા બાવરીયા વાડી વિસ્તારમાં રહેતા ઓઘડ માણસુર કારીયાની વાડીના શેઢે આવેલા ઝાડની નીચે બેસીને ગંજીપત્તા વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા ઓઘડ માણસુર કારીયા, નાગાજણ માંડણ જોગાણી, હાદુ રામ બુધીયા, વીરા કરમણ સઠીયા, રાયદે માણસુર કારીયા અને જીવા મેઘા કારીયા નામના છ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા ૧૬,૧૫૦નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કામગીરી ઈન્ચાર્જ પી.આઈ. શક્તિસિંહ ઝાલા, પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.
***
જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાંથી એક વેપારી અને રીક્ષા ચાલક ચલણી નોટો ના નંબર પર જુગાર રમતાં પકડાયા
જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાંથી એક વેપારી અને એક રીક્ષા ચાલક જાહેરમાં જુગાર રમતાં પકડાયા છે.
જામનગરમાં બાવાવાડ વિસ્તારમાં રહેતા દિપક રસિકલાલ કનખરા નામના વેપારી તેમજ દિલીપ મણિલાલ મંગે નામના રીક્ષા ચાલક કે જેઓ બંને હવાઈ ચોક વિસ્તારમાં જાહેરમાં ગંજી પાના વડે ચલણી નોટો ના નંબર ઉપર હારજીતનો જુગાર રમતાં મળી આવ્યા હતા. પોલીસે બંનેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા  ૬૫૧૦ ની રોકડ રકમ કબજે કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application