માનવ શરીરમાં હાર્ટ અટેક માટે નિમિત્ત બેડ કોલેસ્ટ્રોલને વધારતા દાઝીયા તેલમાંથી બનાવેલા ખાદ્યપદાર્થો અનેક રોગ નોતરે છે, ફૂડ સેફટી એક્ટ અનુસાર દાઝીયું તેલ વપરાશમાં લઇ શકાતું નથી તેમ છતાં અનેક ધંધાર્થીઓ એકના એક તેલનો વારંવાર વપરાશ કરી તેવા દાઝીયા તેલમાંથી બનાવેલી કે તળેલી વાનગીઓ પીરસતા હોય છે, દરમિયાન તાજેતરમાં રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચએ ચેકિંગ કરતા શહેરના વધુ એક રેસ્ટોરન્ટમાંથી દાઝીયું તેલ મળતા તેનો જથ્થો જપ્ત કરી સ્થળ ઉપર નાશ કર્યો હતો તેમજ રેસ્ટોરન્ટને નોટિસ ફટકારી હતી.
વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ સેફટી ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાનામવા મેઇન રોડ ઉપર શાસ્ત્રી નગર સામે આવેલ એલ એન્ડ જી ફૂડ (અમ્રિતસરી હાટી) પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ દાઝીયા અખાદ્ય તેલનો છ કિલો જથ્થો મળ્યો હતો જેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. તદઉપરાંત માંડા ડુંગર -આજીડેમ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાંથી ૯ને ફૂડ લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાધ્યચીજોના કુલ ૨૧ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
વધુ આઠ પેઢીઓમાંથી ગોળના સેમ્પલ લેવાયા
(૧) પેડી ગોળ (લુઝ): સ્થળ- અન્નપૂર્ણા ટ્રેડર્સ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ
(૨) ડબ્બાનો ગોળ (લુઝ): સ્થળ- મે. ગિરિરાજ એન્ટરપ્રાઇઝ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ
(૩) રાસ શુધ્ધ દેશી ગોળ: સ્થળ- ચંદ્ર્કાંત એન્ડ કંપની., કંદોઇ બજાર, ન્યુ ઘી કાંટા રોડ
(૪) રાજભોગ શુધ્ધ દેશી ગોળ: સ્થળ- યશ સુપર માર્કેટ, શ્યામલ સુપર માર્કેટ સામે, મવડી મેઇન રોડ, રાજકોટ
(૫) ગોળ: સ્થળ- શિવ શક્તિ કરિયાણા ભંડાર, શિવ ભૂમિ કોમ્પ્લેક્ષ, ઉદયનગર -૧, મવડી, રાજકોટ
(૬) કાવેરી શુધ્ધ ગોળ પાવડર: સ્થળ- પટેલ ગોળ ભંડાર, સહયોગ હોસ્પિટલ પાસે, મવડી રોડ
(૭) કૃતિકા શુધ્ધ ગોળ પાવડર: સ્થળ- અકાઝા ઇન્ટરનેશનલ પ્રા.લિ, વત્સ સુપર માર્કેટ, મવડી મેઇન રોડ
(૮) ઝીલિયન નેચરલ ગોળ સ્થળ- અકાઝા ઇન્ટરનેશનલ પ્રા.લિ., વત્સ સુપર માર્કેટ, મવડી મેઇન રોડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech