મોરબીમાં રહેતા યુવાનના ઘરમાં દિવસના સમયે ચોરી કરવા આવેલ ઈસમને ગાડીમાં બેસાડી માથક પાસે ફાર્મ હાઉસમાં લઇ જઈને છ ઇસમોએ ઢોર માર મારતા મોત થયું હતું અને બળમાં મૃતદેહ વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં ફેંકી દેવામાં આવ્યો હતો ચાર માસ પૂર્વેના બનાવમાં મોરબી એલસીબી ટીમે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી છ આરોપીને ઝડપી લઈને ગુનામાં વપરાયેલ ઈનોવા કાર અને ૮ મોબાઈલ સહીત ૧૧.૧૦ લાખનો મુદામાલ કબજે લીધો છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમથેરવા ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી તા. ૦૮–૦૪–૨૬ ના રોજ નિર્વક્ર હાલતમાં અજાણ્યા પુષનો મૃતદેહ મળી આવ્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે અમોત દાખલ કરી મૃતકની ઓળખ મેળવવા તપાસ ચલાવી હતી બનાવ સ્થળની વિઝીટ કરી આસપાસના કારખાનામાં કામ કરતા શ્રમિકોને મૃતકનો ફોટો બતાવી તેમજ સીસીટીવી ચેક કર્યા બાદ છ શકમંદોને પૂછપરછ અર્થે એલસીબી કચેરી લાવી યુકિત પ્રયુકિતથી પૂછપરછ કરતા પોલીસ તપાસમાં ભાંગી પડા હતા અને ગુનો આચર્યાની કબુલાત આપી હતી
મૃતક અજાણ્યો પુષ આરોપી સંદીપ ધનજીભાઈ ઝાલરીયાના મકાનમાં દિવસના સમયે ચોરી કરવાના ઈરાદે પ્રવેશ્યો હતો અને આરોપી મકાને હજાર હતો જેને ચેક કરતા ખિસ્સામાંથી આરોપીની કાર અને એકટીવાની ચાવીઓ મળી આવી હતી જેથી માથાકૂટ થઇ હતી અને મૃતક અજાણ્યા પુષને ઈનોવા કારમાં ડ્રાઈવર રાજેશ ડાભીને બોલાવી માથક નજીક પોતાના સોલાર ફાર્મમાં લઇ ગયો હતો યાં છ આરોપીઓએ સાથે મળી યુવાનને ૧૦૦થી વધુ
પીવીસીના પાઈપના ધોકાથી ઢોર માર મારી હત્યા કરી પોતાની કારમાં નાખી વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં ખરાબાની ઝાડીમાં અવાવ જગ્યામાં ફેંકી દઈને ગંભીર ખૂનના ગુનાને અંજામ આપ્યો હતો.
એલસીબી ટીમે આરોપીઓ સંદીપ ધનજીભાઈ ઝાલરીયા રહે ઉમિયાનગર શનાળા રોડ મોરબી, એલીસ જસમતભાઈ ઉર્ફે જયંતીભાઈ ઝાલરીયા રહે લુંટાવદર તા. મોરબી, દિવ્યેશ ગોવિંદભાઈ ઝાલરીયા રહે લુંટાવદર, મુન્નો ઉર્ફે વણ રૈયાભાઈ ગોલતર રહે રફાળેશ્વર મોરબી, રાજેશ રમેશ ડાભી રહે ભડિયાદ તા. મોરબી અને રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વરપ્રસાદ શ્રીવાસ્તવ રહે મૂળ બિહાર એમ છને ઝડપી લીધા હતા ગુનામાં વપરાયેલ ઈનોવા કાર જીજે ૩૬ એલ ૯૮૮૧ કીમત ૧૦ લાખ અને મોબાઈલ નગં ૮ કીમત ૧,૧૦,૦૦૦ મળીને કુલ ૧૧,૧૦,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application