BREAKING NEWS

ઓપન ગુજરાત રેપિડ ચેસની એક સાથે છ ટૂર્નામેન્ટ શનિવારે રમાશે

  • April 14, 2026 08:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ  ચેસ રમતની ઓપન ગુજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. જેમાં ઉનાળાના વેકેશનને વિશેષ ધ્યાનમાં રાખી બાળકો માટે કે જેની ઉંમર યુ-૭, યુ-૯, યુ-૧૧, યુ-૧૩, યુ-૧૫ની અંદર છે. જેમાં બોયઝ તથા ગર્લ્સ સાથે તેમજ ઓપન કેટેગરી માટે પણ આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. બધી જ રમતો અલગ અલગ કેટેગરીમાં રમાડવામાં આવશે. હિન્દુસ્તાન પ્રોજેક્ટ ભીમાભાઈ કેશવાલા દ્વારા સ્પોન્સર કરાયેલ તેમજ કર્ણાવતી સીબીએસઈ ઈન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ દ્વારા વેન્યુ પાર્ટનર તથા સહ સ્પોન્સર તરીકે આપેલ સહયોગ દ્વારા તેમજ એચવાયકેજે ચેસ એકેડમી દ્વારા આયોજિત ચેસ ટૂર્નામેન્ટ આગામી તા. ૨-૫-૨૦૨૬ને શનિવારના રોજ કર્ણાવતી સીબીએસઈ ઈન્ટરનેશનલ સ્કૂલ, માધાપર ચોકડી પાસે એડીબી હોટલની સામે રાખવામાં આવેલ છે. આ ટૂર્નામેન્ટ સ્વીસલીગ પદ્ધતિથી છ રાઉન્ડમાં જરુરિયાત મુજબ રમાડવામાં આવશે. ભાગ લેનાર તમામ ખેલાડીઓએ ચેસ સેટ ફરજિયાત અને જો ચેસ ક્લોક હોય તો સાથે લાવવાની રહેશે. જેમાં ટાઈમ ૨૦ મિનિટને ૧૦ સેકન્ડ ઈન્ક્રીમેન્ટ રહેશે. કુલ ‚ા. ૨૧,૦૦૦ના કેસ પ્રાઈસ ઈનામો તથા ૨૮ શિલ્ડ ટ્રોફી અને ૪૨ મેડલ, વિજેતા થયેલ ખેલાડીઓને પારિતોષિક ‚પે આપવામાં આવશે. તેમજ બાળકો માટે ખાસ અંડર કેટેગરીમાં ભાગ લેનાર તમામને સર્ટિફીકેટ આપવામાં આવશે. આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રફુલભાઈ નળીયાપરા, અશોકભાઈ પાંભર, કિશોરસિંહ જેઠવા, રમેશભાઈ પાંભર, ડો. સુનિલ મશ‚, કિરીટસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, પ્રવીણભાઈ ત્રિવેદી, હિન્દુસ્તાન પ્રોજેક્ટ, વેસ્ટર્ન રેલવે યુનિયન, કર્ણાવતી સ્કૂલના પ્રતિનિધિઓનો સહયોગ પ્રાપ્ત થયેલ છે. રાજકોટ શહેર જિલ્લ ા ઉપરાંત મોરબી, જામનગર, અમદાવાદ, જૂનાગઢ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર, પોરબંદર તેમજ ગુજરાતના ચેસના નામાંકિત ઈન્ટરનેશનલ રેટેડ ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ સવારે ૮.૩૦ કલાકે શરુ થઈ જશે.આ ટૂર્નામેન્ટ ઉદઘાટન સમારોહ ૨-૫ શનિવારના રોજ સવારે ૯.૦૦ કલાકે થશે. તા. ૨૬-૪-૨૦૨૬ના રોજ જે ટૂર્નામેન્ટ આયોજન કરેલ હતું તે ચૂંટણીના કારણે તા. ૨-૫-૨૦૨૬ને શનિવારના રોજ કર્ણાવતી સીબીએસઈ ઈન્ટરનેશનલ સ્કૂલ, માધાપર ચોકડી પાસે, એડીબી હોટલની સામે રાખવામાં આવેલ છે.  કિશોરસિંહ જેઠવા ૯૯૨૫૨૪૮૨૫૧, વિશાલભાઈ સોલંકી ૯૯૨૪૨ ૦૮૬૬૮ તથા ગેસ્ફોર્ડ ચેસ કલબ, કિરીટ પાન ઘર, ત્રિકોણબાગ પાસે પણ નોંધાવી શકાશે. રજીસ્ટ્રેશન તા. ૨૮-૪-૨૦૨૬ મંગળવાર સુધીમાં કરાવવાનું રહેશે. કિશોરસિંહ જેઠવા, જય ડોડીયા, અનિલભાઈ શુકલ, જગદીપભાઈ વ્યાસ, રાકેશભાઈ ભટ્ટી સહિતની ટીમે ટૂર્નામેન્ટની જહેમત ઉઠાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application