BREAKING NEWS

કેશોદના માણેકવાડા પાસે ટ્રકમાંથી છ ટાયર અને ૫૦ લિટર ડીઝલની ચોરી

  • May 16, 2026 09:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હીથી ચોખા ભરી આવેલો ટ્રક ચાલક કેશોદ તાલુકાના માણેકવાડા નજીક આવેલી હોટલે ટ્રક રાખીને તેમાંથી છ 2142 અને ૨૫૦ લીટર ડીઝલ ચોરીને નાસી ગયો હતો ટ્રક માલિકે ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ વિગત મુજબ રાજસ્થાનના સીકર જિલ 1ના માધવપુર પંથકમાં રહેતા બલરામ પાદરે 2 એપ્રિલે પોતાના ટ્રકમાં દિલ્હી ખાતેથી ચોખાભરી ઉના મોકલ્યા હતા. તેમાં યુપીના કનોજનો રામકુમાર ભગવાનદાસ નેકપુરી ડ્રાઈવર હતો. ચોખાની ડિલિવરી કરી ઉના ખાતે  ડીઝલ ટેન્ક ફુલ કરાવી હતી ત્યારબાદ માણેકવાડા નજીક આવેલી હોટલે ટ્રક મૂકીને ટ્રક ચાલકે હોટલ માલિકને જણાવ્યું હતું કે ગોંડલ પાસે બીજો અકસ્માત થયો છે તેમ કહી માલિકને ટ્રકનું દધ્યાન રાખવા જણાવી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ૨૦ હોટલ માલિકે ટ્રેક માલિક બલરામ યાદવ ને જાણ કરી હતી જેથી બલરામ યાદવ એ માણેકવાડા નજીક હોટલ પર આવીને ટ્રેડની ચકાસણી કરતા તેમાંથી છ નવા ટાયર ગુમ હતા અને ટેન્ક માંથી ૨૫૦ લીટર ડીઝલ ખાલી જોવા મળ્યું હતું. જેથી ટ્રક માલિકે ડ્રાઈવર રામકુમાર નેક પુરી વિરુદ્ધ ૧.૬૯ લાખના મુદ્દામાલની ચોરી કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application