BREAKING NEWS

રાજકોટના ખોડીયારપરામાં રહેતી છ વર્ષની બાળકીનું બીમારી સબબ મોત

  • October 10, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના 80 ફુટ રોડ પર આજી વસાહત પાસે ખોડીયારપરામાં રહેતા પરપ્રાંતીય પરિવારની છ વર્ષની બાળકીની ગઈકાલ બપોર બાદ તબિયત બગડતા તેને સારવાર માટે જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત થયું હતું. શ્વાસની બીમારી સબબ બાળકીનું મોત થયાનું જાણવા મળ્યું છે. બનાવને લઇ થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ, શહેરના આજી વસાહત વિસ્તારમાં આવેલા ખોડિયારપરામાં રહેતા અને આ જ વિસ્તારમાં કારખાનામાં કામ કરનાર મૂળ યુપીના વતની રવિન્દ્ર પાલની છ વર્ષની બાળકી રાધિકાની ગઈકાલ બપોર બાદ એકાએક તબિયત બગડતા સાંજે 5:30 વાગ્યા આસપાસ તેને જનાના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા અંહીં દાખલ કરી દેવામાં આવી હતી. બાદમાં સવા છ વાગ્યા આસપાસ આ માસુમ બાળકીએ હોસ્પિટલ બીછાને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવના પગલે થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડામોર તથા સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે, પરિવાર મૂળ યુપીનો વતની છે બાળકી એક ભાઈ એક બહેનના પરિવારમાં મોટી હતી. બાળકીના પરિવારજનોના જણાવ્યા મુજબ, ત્રણેક વર્ષ પૂર્વે બાળકીને વિજશોક લાગતાં તેને ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ગઈકાલે પણ શ્વાસની બીમારી સબબ બાળકીની એકાએક તબિયત બગડતા પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ અહીં ટૂંકી સારવાર બાદ આ માસુમે આંખો મીંચી દીધી હતી. માસુમ દીકરીના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application