BREAKING NEWS

સ્કાય હેવન સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગૂનો નોંધાયો

  • March 07, 2026 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં સ્પા મસાજમાં અન્ય રાજ્યમાંથી જરૂરીયાત મંદ યુવતીઓ અને મહિલાને બોલાવી સ્પા મસાજના વ્યવસાયની આડમાં દેહવિક્રિયનો ગોરખધંધો મોટા પ્રમાણમાં ચાલતો હોઈ તેમજ મસાજ માટે પરપ્રાંતિય યુવતીઓને રાખી જે અંગે પોલીસ મથકમાં નોંધ ન કરાવતા સંચાલકો સામે કાર્યવાહી કરવા ડીસીપી ક્રાઈમ દ્વારા કરવામાં આવેલ આદેશના પગલે તાલુકા પોલીસ મથકની ટીમે 150 ફૂટ રીંગ રોડ પર ઓમ કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં સ્કાય હેવન સ્પાના સંચાલકો સામે જાહેરનામાના ભંગ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ડીસીપી ઝોન ટુ રાકેશ દેસાઈની સૂચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઇ ની રાહબારીમાં ટીમ વિસ્તાર પેટ્રોલિયમમાં નીકળ્યા હતા,તે દરમિયાન 150 ફૂટ રીંગ રોડ પર ઓમ કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં આવેલ સ્કાય હેવન સ્પામાં ચેકિંગ હાથ ધરતા અન્ય રાજ્યની થેરાપિસ્ટ યુવતીઓ મળી આવી હતી.


જે અંગેની પોલીસ મથકમાં નોંધ ન કરાવી જાહેરનામાનો ભંગ કરતા સંચાલક નયન ધનસુખભાઈ ગોહિલ ઉમર 24 રહે જંકશન પ્લોટ તોફખાના શેરી નંબર એક વાળા સામે જાહેરનામાના ભંગ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.


આ અંગેની કામગીરીમાં પીઆઇ ડી એમ હરીપરા, હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ ઠાકર હેડ કોન્સ્ટેબલ જયદીપભાઇ દેવમુરારી સહિતની ટીમ જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application