ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્વારા ટકોર

  • May 03, 2025 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટના બહુચર્ચિત ટી આર પી ગેમ ઝોન કાંડમાં સરકાર તરફી અધિકારીઓ સામે ઈ રહેલી કાર્યવાહી અત્યંત ગોકળ ગાય ગતિએ ચાલી રહી હોવાનું હાઇકોર્ટે નોંધ્યું છે આ ઉપરાંત રાજ્ય સરકારે તો પીડિતોને વળતર આપી દીધું છે હવે ગેમ ઝોન માલિક અને અધિકારીઓ પાસેી વધારાના વળતરની રકમ વસૂલવામાં આવે તેવી ટકોર કરવામાં આવી છે. 
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ૨૭ નિર્દોષ લોકોના ભડું ઇ જવાના ચકચારભર્યા પ્રકરણમાં ભોગ બનનાર પરિવારજનોએ વધારાના વળતરની માગણી કરતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જસ્ટીસ જજ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા તો વળતર આપવામાં જ આવેલું છે ત્યારે હવે જો વધારાનું વળતર માંગવામાં આવ્યું છે ત્યારે આ વળતરની રકમ ગેમ ઝોનના માલિકો તેમજ આ કિસ્સામાં જવાબદાર અધિકારીઓ પાસેી વસૂલ કરવું જોઈએ. 
બીજી બાજુ હાઇકોર્ટ એવી પણ ટકોર કરી હતી કે અધિકારીઓ સામેની ખાતાકીય કાર્યવાહી ગોકળગતીએ ચાલી રહી છે અને જો તેઓ જેલમાં હશે તો તેઓની સામેની કાર્યવાહી વિડીયો કોન્ફરન્સી પણ વી જોઈએ. પરંતુ બને એટલી જલ્દી આ કાર્યવાહી પૂરી કરવી જોઈએ નહીં તો તેઓ વિલંબનો લાભ લઈને છૂટી જાય તેવી શક્યતાઓ છે.
રાજકોટ ટીઆરપી ઝોન માં યેલા અગ્નિકાંડના કેસની સુનાવણી નીકળતા પીડીતોના વકીલ તરફ્ી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓને રાજ્ય સરકાર તરફ્ી રૂપિયા ચાર લાખ અને પીએમ રાહત ફંડ માંી રૂપિયા બે લાખનું વળતર આપવામાં આવેલું છે, પરંતુ તેઓને વધુ વળતર મળવું જોઈએ. આી ચીફ જસ્ટિસ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે આ કિસ્સામાં મુખ્ય દોષિત તો ગેમ ઝોનના માલિક અને તેઓને મુક્તિ આપીને ચલાવવા દેનાર ફાયર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તો તેઓની સામેી આ વળતરની વસુલાત વી જોઈએ. આ વળતરની વસુલાત ત્યારે જ ઈ શકશે કે જ્યારે તેઓની સામે ખાતાકીય કાર્યવાહી પૂર્ણ શે અને તેઓ આ બાબતે જવાબદાર ઠરશે. સરકારે રજૂઆત કરી કે અધિકારીઓ સામે પોલીસ કેસ યો હોવાી તેઓ જેલમાં હોવાી ખાતાકીય તપાસ ઈ શકી ની.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application